________________
પાંડવ ચરિત્રમ્ (૨૦૪)
સર્ગ - ૮ સ્વેચ્છાપૂર્વક ખેલતી હતી, તે હાલ કાંકરાથી છવાયેલા કાંટાથી ભરેલા વનમાં ભૂખ અને તરસથી પીડાતા પગે ચાલીને ફરે છે. આ પોતાના ભાઈઓ પૂર્વે હાથી પર બેસીને રમત રમતા, દેવદુષ્ય વસ્ત્રોને પહેરનારા સુવર્ણના આભૂષણોથી શોભતા હતા, તે આ પાણ્ડપુત્રો પગે ચાલનારા, ઝાડની છાલના વસ્ત્ર પહેરનારા, આભૂષણ વગરના, રંકની જેમ ફરતા, પુષ્પ અને ફળોનું ભોજન કરનારા થયા છે. વળી દ્રૌપદીએ યુધિષ્ઠિરને કહ્યું : “આ દુઃખી સ્વજનોને જોતાં હે પ્રાણેશ ! હે યુધિષ્ઠિર ! તમે કેમ લજ્જાને પામતા નથી ? જો તમે પ્રતિજ્ઞાના ભંગની બીકથી તે સભામાં શાંત રહ્યા તો પછી આ વનમાં આપની સહનશીલતા કેવી ? જો તમે પ્રતિજ્ઞાના ભંગની બીકથી ઉત્સાહિત થતા નથી, તો તેના વધ માટે ભીમ અને અર્જુનને આદેશ કરો.” ત્યારે મનને રૂચિકર દ્રિૌપદીની વાણી સાંભળીને ભીમ બોલ્યો : “હે રાજેન્દ્ર ! તમારો આદેશ પહેલાં શિરસાવંદ્ય કરતાં મેં દુર્યોધનાદિ શત્રુઓને હણ્યા ન હતા. હાલ મારવાની ઇચ્છાવાળા અહીં આવતા દુર્યોધનને અમે સહન નહિ કરીએ. દુર્યોધનને હણવામાં તમે મને નિષેધ ન કરો. જો નિષેધ કરશો તો હું તમારી આજ્ઞાને સ્વીકારીશ નહિ. આ દુર્યોધનને હું મૂળથી જ ઉખેડી નાંખીશ. મહાવાયુ જેમ વૃક્ષને ઉખેડી નાંખે છે તેમ.”
હસ્તિનાપુરના સામ્રાજ્યના ગર્વરૂપ પર્વતના મસ્તક પરથી લીલામાત્રમાં જ પરાજિત કરીને શત્રુને નીચે પાડીશ.
એ પ્રમાણે બધા ય ભાઈઓ મોટા અવાજે પોકાર કરે છે. તેઓના ક્રોધયુક્ત વચનો સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું: “હે ભાઈઓ! તમોએ ક્ષત્રીયકુલને યોગ્ય વાણી ઉચ્ચારી છે. પરંતુ મારા કહેવાથી, કેટલાક વર્ષો સુધી શાંત રહી સહન કર્યું છે. વનવાસની અવધિ પૂર્ણ થતાં મારું સત્યવ્રત પૂર્ણ થતાં, તમને કોણ અટકાવશે? સમુદ્રની જેમ હે બાંધવો ! તમારા તેર વર્ષ પૂર્ણ થતાં દુઃશાસન, દુર્યોધનાદિ ભાઈઓને દ્રૌપદીના કેશને ખેંચવા વગેરેની શિક્ષા કરજો.”
યુધિષ્ઠિરના તે વચનનો બધા ભાઈઓએ સ્વીકાર કર્યો. ફરી યુધિષ્ઠિરે કહ્યું: “હે બંધુઓ! આપણે હમણાં ગંધમાદન ભૂમિએ જઈએ. કારણ કે અહીં વનમાં પોતાની લક્ષ્મીથી ગર્વિત થયેલો દુર્યોધન આવશે ત્યારે તે આપણે આ વિરૂપ કરશે (ખરાબ કરશે).” ત્યારે યુધિષ્ઠિરના વચનને ભીમાદિ ભાઈઓએ સ્વીકારી લીધું. પછી યુધિષ્ઠિરે ભાઈઓ, માતા, પ્રિયા સહિત ગંધમાદનભૂમિ પ્રતિ યુથાધિપતિની જેમ પ્રયાણ કર્યું. માર્ગમાં તીર્થોને નમતાં, ચારણ મુનિને નમસ્કાર કરતા તેઓ પાસેથી ધર્મલાભરૂપ આશિષને ગ્રહણ કરતાં રસ્તામાં વિવિધ પ્રકારના આશ્ચર્યોને જોતાં ઇશાન દિશા તરફ ચાલ્યા તે અમૃત સરીખા મધુર સ્વાદયુક્ત ફળોવાળા, સંપૂર્ણ પંચવર્ણવાળા સુગંધી પુષ્પોથી મનોહર, કિન્નર-કિન્નરીનાં ગીતો મધુર અવાજથી ગૂંજતા ગંધમાદન વનમાં નાના ભાઈઓ સાથે યુધિષ્ઠિરે સુખપૂર્વક પ્રવેશ કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org