________________
સર્ગ - ૬
પાંડવ ચરિત્રમ્
૧૩૦
દિવ્ય રસવતી (રસોઈ) કુબ્જે તે વખતે જ બનાવી દીધી. તે રસવતીનું કુબ્જે પરિવાર સાથે રાજાને ભોજન કરાવ્યું. તેથી ખુશ થયેલા રાજાએ હૂંડિકને (નળને) વસ્ત્રાભૂષણ આદિ પારિતોષિકરૂપે આપીને તેના ઉપર એક લાખ સુવર્ણ અને પાંચસો ગામો પણ આપ્યા. હૂંડિકે ગામો સિવાય સુવર્ણ વગેરે બધું લીધું, ફરી પણ રાજાએ કહ્યું : “હે કુબ્જ ! જે તું ઇચ્છે, તે બધું તને આપું.’
કુબ્જે કહ્યું : “હે રાજેન્દ્ર ! જેટલી ભૂમિ પર તમારૂં રાજ્ય છે, તેટલી ભૂમિમાં જુગાર, માંસ, દારૂ અને શિકારનો નિષેધ કરાવો. આ એક જ હું પ્રાર્થના કરૂં છું.'' કુબ્જે જે માંગણી કરી તે બધી રાજાએ પોતાના દેશમાં ફરમાવી, પ્રવર્તાવી. એ પ્રમાણે ત્યાં કુબ્જના દિવસો પસાર થાય છે.
એક વખત કુબ્જ (નળ) સરોવરના કિનારે વૃક્ષની છાયામાં બેઠેલો હતો, ત્યારે ત્યાં એક બ્રાહ્મણ આવીને બેઠો અને આ પ્રમાણે બોલ્યો : “કૃપા વિનાના, લજ્જા વિનાના, સત્ત્વ વિનાના, દુરાત્માઓમાં નળનું જ ધૂરીણપણુ છે કે જેણે સૂતેલી એવી પોતાની પ્રિયાનો ત્યાગ કર્યો. એકાકી સૂતેલી, કોમળ, સતી અને વિશ્વાસ પમાડાયેલી પોતાની પત્નીનો ત્યાગ કરીને જતાં તે વનમાં ભસ્મસાત્ કેમ ન થયો ?' એ પ્રમાણે તેની વાણી સાંભળીને અશ્રુ વહાવતા કુબ્જે કહ્યું : “હે ઉત્તમદ્વિજ ! તું સારા કંઠવાળો છે. કહે તું કોણ છે ? ક્યાંથી આવેલો છે ? દુર્બુદ્ધિવાળા નળનો વૃત્તાંત તે ક્યાંથી સાંભળ્યો ?’’
તેણે કહ્યું : “મારૂં નામ કુશલ છે, હું કુંડિનપુરથી આવ્યો છું. ત્યાં મેં નળરાજાની કથા સાંભળી હતી.’” કુબ્જે કહ્યું : “દમયંતીના ત્યાગની કથા પુરાણી સાંભળી, ત્યાર પછી વિરહાતુર દમયંતીનું શું થયું, તે કહે.''
હવે દમયંતીની કથા કહે છે, તે આ પ્રમાણે :
દમયંતીની કથા.
આ બાજુ જે રાત્રિએ નળે દમયંતીને ત્યાગી દીધી. ત્યાં રહેલી દમયંતીને પ્રભાત થવા છતાં પણ સખીની જેમ નિદ્રા છોડતી નથી. ત્યારે શેષ રાત્રિ બાકી રહેતાં દમયંતીએ સ્વપ્નને જોયું. જે હું પાનવાળા આમ્રના ઝાડ પર જેમાં મંજરીઓ આવી ગઈ છે, ભમરાઓ જ્યાં ગૂંજી રહ્યા છે, ફળો જેમાં લચી રહ્યા છે, તેવા આધ્રના ઝાડ પર ચડી ગઈ. તેના ફળોને જ્યાં લેવા જાય છે, તેટલામાં ત્યાં એક હાથી આવ્યો. તે હાથીએ આંબાના ઝાડને મૂળથી ઉખેડી નાંખ્યુ. હું ત્યારે તેના પરથી જમીન પર પડી ગઈ. આ પ્રકારનું સ્વપ્ન જોઈને દમયંતી ઉઠી ગઈ. પોતાના પ્રિય એવા નળને ન જોતાં વિચારે છે. મારા પ્રાણપ્રિય ક્યાં જતા રહ્યા છે, નક્કી મારા માટે પાણી લેવા માટે કોઈક સરોવર પર ગયા હશે અથવા શરીરની શૌચક્રિયા માટે વનમાં ગયા હશે. એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org