SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૪ (૭૧) પાંડવ ચરિત્રમ્ હે સુમધ્યમે ! આ નદિપુરનો શલ્ય નામનો રાજા ધનુષ્ય જોઈને દૂર જતો રહ્યો. હે દેવી ! આ સહદેવ, વાસુદેવ એવા જરાસંઘ રાજાનો પુત્ર દેવ સરખી આકૃતિવાળો ધનુષ્યની નજીક જઈને ઝડપથી પાછો ફર્યો. હે કૃશાંગી! આ ચેદી દેશના શિશુપાલ રાજા બંધુઓએ રોકવા છતાં રાધાવેધ માટે દોડે છે. હે દેવી ! આ કર્ણ દુર્યોધનનો મિત્ર તેનાથી જ પ્રેરાયેલો દુર્યોધનની નજીકથી ઉઠીને ધીરે ધીરે ધનુષ્યની નજીક જાય છે. તે સાંભળીને શ્યામ થયેલા મુખકમળવાળી દ્રૌપદી આ પ્રમાણે વિચારે છે. આ સારથિ પુત્ર કર્ણ જગતમાં અજોડ ધનુર્ધારી છે. રાધાવેધ સાધીને શું મને પરણશે ? તો શું બ્રહ્માએ એના (કર્ણને) માટે મને બનાવી છે ? એ પ્રમાણે વારંવાર પોતાને નિંદતી કુલદેવતાને યાદ કરે છે. હે કુલદેવતા ! પાડુપુત્ર અર્જુન સિવાય બીજો કોઈ મારો ભરથાર ન બનો. એવી ચિંતાને કરતી દ્રોપદીને જોઈને ફરી કર્ણપ્રિય વચન દ્વારપાલિકા બોલી : “હે હલે ! રાધાતનય (કર્ણ) રાધાવેધ સાધનારો નથી. વજ જેવું મજબૂત કવાલાથી વ્યાપ્ત ધનુષ્ય જોઈને પાછો ફર્યો છે. હે દેવી ! તમારી કુલદેવીના પ્રભાવથી આ સ્વયંવર મંડપમાં કોઈની પણ પ્રભાવિકતા નથી. એના માટે તમે ચિંતા કરો નહિ.” વળી કહે છે : “હે સખી ! આ બાજુ જો, આ સુયોધન, ધૃતરાષ્ટ્રનો પુત્ર ઊંચા સિંહાસનથી એક લાખ સૈનિકયુક્ત, એક લાખ રક્ષકવાળો, પરાક્રમી, ખીલેલા રોમાંચયુક્ત, માતા ગાંધારીની સાથે ઉઠીને ધનુષ્યને નમસ્કાર કરીને ઊભો રહ્યો. તેવી જ રીતે બીજા પણ ધૃતરાષ્ટ્રના પુત્રો દુઃશાસનાદિ ૯૯ પુત્રો અત્યંત પરાક્રમના ગર્વરૂપી પર્વત જેવા રાધાવેધ સાધવામાં ખેડવાળા થઈને બેસી ગયા. હે સખી ! આ ભગદત્ત, અશ્વત્થામા, ભૂરિશ્રવ, શલ્ય, જયદ્રથ, મહાસેન, ચારૂદત્ત આદિ તારા પાણિગ્રહણની ઇચ્છાથી તને તથા સ્તંભ પર રહેલી રાધાને જોતાં બેઠા છે.” એ પ્રમાણે દ્રૌપદીના રાજવંશીયનું વર્ણન કરીને દ્વારપાલિકા પાંડવોનું વર્ણન કરે છે. હે સખી ! આ કુરુવંશના અલંકારભૂત વીર અને શાંતરસમય યુદ્ધમાં સ્થિર એવા યુધિષ્ઠિર છે તથા હે સખી ! યુધિષ્ઠિરનો નાનો ભાઈ આ ભીમ સિંહ જેવો પરાક્રમી યુદ્ધ ભૂમિમાં દડાની જેમ હાથીઓ સાથે દરરોજ ખેલે છે તથા આ પરાક્રમી ભીમનો નાનો ભાઈ અર્જુન છે. તેના મૂકેલા (છોડેલા) બાણો કોના હૃદયમાં પ્રવેશ કરતા નથી ? જેના બાણો યુદ્ધમાં શત્રુના બાણોને હણનારા છે. શત્રુના સૈન્ય સમૂહને ડહોળી નાખે છે. ધનુર્ધારી આ અર્જુને ગુરુ દ્રોણને એવી રીતે સંતોષ આપ્યો કે જેથી ગુરુ દ્રોણે રાધાવેધનો અધિકારી બનાવ્યો. હવે આ તૈયાર થઈને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy