________________
પાંડવ ચરિત્રમ્
૭૨
સર્ગ - ૪ રાધાવેધ માટે ઊભો થયો છે. ખરેખર, આ રાધાવેધને સાધશે ઇત્યાદિ સાંભળીને દ્રૌપદી જ્યાં ખૂબ ખુશ થાય છે. તેટલામાં અર્જુન પરિકરની સાથે તુરત બાણ પાસે આવી ગયો. ત્યારે તેના પર સભાજનો આવા પ્રકારની દૃષ્ટિથી તેને જુએ છે.
કોઈની આશ્ચર્યવાળી દૃષ્ટિ, કોઈકની મશ્કરીથી પાપિષ્ઠ થયેલી કોઈકની ક્રોધથી લાલ આંખ અર્જુન પર પડી.
અર્જુન ક્ષણમાં બાણને પ્રદક્ષિણા આપીને અને નમસ્કાર કરીને મોટા ભાઈ (યુધિષ્ઠિર)ના આદેશાનુસાર ધનુષ્ય હાથમાં લીધું. પછી સગર્વ ભીમે આ પ્રમાણે કહ્યું : “હે લોકો ! અર્જુન રાધાવેધ સાધે ત્યારે જે કોઈપણ પરાક્રમીને પોતાના મસ્તકમાં શૂળ ઉપડશે, તેને આ મારી ગદા દવારૂપ બનશે. એ પ્રમાણે કહીને ગદા હાથમાં લઈને અર્જુનની ચારે બાજુ અને ચારે દિશાઓમાં રક્ષણને માટે ભયંકર રૂપવાળો ભીમ ફરવા લાગ્યો.” કુન્તી અર્જુનને જોઈને ઉલ્લસિત હૃદયે, સ્થિર નયને, પુત્રને સૌમ્યદૃષ્ટિથી લાંબા કાળ સુધી જોતી રહી. ગાંધારી પણ અર્જુનને જોવાથી જાતે જ અપ્રીતિવાળી બની, ત્યારે યુધિષ્ઠિર આદિના ભાઈઓની દૃષ્ટિ આનંદથી નિર્મળ બની. દુર્યોધનાદિ ગાંધારીના પુત્રોની દૃષ્ટિ દ્વેષથી ક્રોધવાળી બની.
કારણ કે – સૂર્યનો ઉદય અને ચંદ્રનો અસ્ત થાય છે, ત્યારે કુમુદવન કરમાય છે. કમળખંડ ખીલે છે. ઘુવડ આનંદને ત્યજે છે અને ચક્રવાક પ્રીતિને ધરે છે (પામે છે).
ત્યારે આંખને આનંદિત કરનારા અર્જુનને જોઈને હર્ષભર્યા હૃદયવાળી તેના રૂપમાં મોહિત થયેલી દ્રૌપદી કુલદેવીનું સ્મરણ કરતી આ પ્રમાણે બોલી : “હે કુલદેવીઓ ! તમે અર્જુન પર પ્રસન્ન થાઓ.” જે રીતે આ અર્જુન રાધાવેધ સાધીને મારી સાથે લગ્ન કરે, તે સમયે પાડું, ધૃતરાષ્ટ્ર, ભીમ પ્રતિ અર્જુનના ગુરુ દ્રોણ બોલ્યા : “હે કુરુવંશના રાજાઓ, અર્જુનના હાથથી મેળવેલી જીત આ બાજુથી તમે જુઓ, જુઓ !” તે સાંભળીને કૌતુકથી તાલી વગાડતા રાજાઓ આસનથી ઉઠીને અર્જુનને જુએ છે. કુતૂહલથી મળતી સિદ્ધિ ગંધર્વની સ્ત્રીઓની લાખોની સંખ્યાથી આકાશ પુષ્પોથી છવાયું ન હોય તેમ શોભે છે.
રાધાવેધના સ્તંભની નીચે રહેલા તેલના કુંડામાં પ્રતિબિંબ થયેલ રાધારૂપની ડાબી આંખને જોવામાં લીન બનેલા અર્જુનને ઊંચા હાથ અને નીચે મુખવાળો બધા સભાજનોએ જોયો, ત્યારે અર્જુને ધનુષ્ય ખેંચ્યું.
કુન્તીના પરસેવાના વહેવા સાથે, દ્રૌપદીના આંખના કટાક્ષો સાથે અને પિતાના આનંદના અશ્રુઓ સાથે અર્જુને ધનુષ્યને જોરથી ખેંચ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org