________________
સર્ગ - ૧૮
૩િ૯૫)
પાંડવ ચરિત્રમ્ અગિયાર, તેર, બાર, ચૌદ, તેર, પંદર, ચૌદ, સોળ, પંદર, સોળનું વિવરણ કર્યું છે.
એકસઠ પારણાવાળી આ એક લતા ફરી એને ચાર ગુણી (૪) કરતાં છ વર્ષ, છ માસ અને બાર દિવસે પૂર્ણ થાય. એ પ્રમાણે મહાસિંહનિષ્ક્રીડિત તપ પૂર્ણ થાય.
હવે સુભદ્ર નામના પાંચમા સાધુએ આયંબિલથી વર્ધમાન તપ કર્યો. તે આ પ્રમાણે – પ્રથમ એક આયંબિલ પછી એક ઉપવાસ, પછી બે આયંબિલ, એક ઉપવાસ. એક એક એક આયંબિલની વૃદ્ધિ અને ઉપવાસ કરતાં સો આયંબિલ અને ઉપવાસ થાય ત્યાં સુધી કરવાનો તે તપ વર્ધમાન તપ કહેવાય છે. તે ૧૪ વર્ષ, ૩ મહિના અને ૨૦ દિવસે આ આયંબિલ વર્ધમાન તપ પૂર્ણ થાય.
પછી તે પાંચેય મુનિઓ પાંચેય ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાથી પાંચ મહાવ્રતની જેમ શોભતા હતા. એ પ્રમાણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ધરનારા, સંયમ આરાધનામાં તત્પર કેટલોક કાળ અનેક લબ્ધિના ધારક તેઓ પૃથ્વી ઉપર વિહાર કરતાં અત્યંત ઉત્કટ પરૂપ અગ્નિ વડે કર્મદેહ (પુગલ)ને અને શરીરને શોષીને અનશન કરી મૃત્યુ પામીને પાંચેય ભાઈઓ સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં અહમિન્દ્ર રૂપે દેવ થયા.
કહ્યું છે કે :- અનશન દ્વારા થતા મૃત્યુથી ઈન્દ્ર પણું પ્રાપ્ત થાય છે. ત્યાંથી તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પાળીને દેવભવથી આવીને અહીંયા આ ભવે હસ્તિનાપુરે તમે પાંચેય પ્રીતિભાવને ધરનારા પાડુરાજાના પુત્રો થયા છો. અહીંથી તમે સંયમ પાળીને આ જ ભવમાં પાંચેય ભાઈઓ મોક્ષમાં જશો. એટલે કે મોક્ષ પ્રાપ્ત કરશો.
એ પ્રમાણે ધર્મ મહામુનિ (ધર્મઘોષસૂરિ)ની વાણી સાંભળીને અત્યંત સંવેગમનવાળા પાંડવો તે મુનિને વંદીને પોતાની પાર્ટુ-મથુરાપુરીમાં આવ્યા. તે પાંડવોએ શુભમુહૂર્ત વસુદેવના પુત્ર જરાકુમારને કૃષ્ણની ખુશી માટે કોઈ રાજ્ય પર બેસાડ્યો. પછી યુધિષ્ઠિરે દ્રૌપદીની કુક્ષિથી જન્મેલા પાઠુસેનને બીજા નામે પરીક્ષિત એવા પોતાના પુત્રને પાડુ-મથુરાના રાજ્ય ઉપર બેસાડ્યો.
તે કેવા બત્રીસ લક્ષણયુત હતો. તે લક્ષણો આ પ્રમાણે છે : (૧) કુલીન, (૨) શીલવાન, (૩) સુંદર-સંસ્કારી, (૪) બહાદુર, (૫) સવ્યયી, (૬) પ્રીતિમાન, (૭) સત્યરંગ, (૮) સંપૂર્ણ અવયવી, (૯) પ્રિયવચની, (૧૦) કીર્તિમાન, (૧૧) ત્યાગી, (૧૨) વિવેકી, (૧૩) શ્રૃંગારવાન, (૧૪) અભિમાની, (૧૫) પ્રશંસાવાળો, (૧૬) ઉજ્વળ ગુણી, (૧૭) સર્વ કલામાં કુશળ, (૧૮) સત્યવચની, (૧૯) લોકપ્રિય, (૨૦) સર્વદાતા, (૨૧) સજ્જન, (૨૨) સુગંધપ્રિય, (૨૩) ગુપ્ત મંત્રવાળો, (૨૪) વડીલની પાછળ જનારો, (૨૫) સારા વચન બોલનાર, (૨૬) પંડિત, (૨૭) ઉત્તમ સત્ત્વશાળી, (૨૮) ધર્મિષ્ઠ, (૨૯) મહોત્સાહી, (૩૦) ગુણગ્રાહી, (૩૧) સારા પાત્રનો સંગ્રાહક, (૩૨) ક્ષમાવાન-પરિભાવક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org