________________
સર્ગ - ૧૦
[૨૪૩
પાંડવ ચરિત્રમ્ જો તમારા જેવા આ પ્રમાણે અન્યાય કરે તો ન્યાય કરનારા કોણ થશે? હે રાજેન્દ્ર ! તેને પાછો વાળો. કીચકે કરેલો અપરાધ મારા પતિઓ સહન નહિ કરે. હું એકલી અટુલી નથી. મારે પાંચ પતિઓ છે. જો મારા પતિઓ કીચકે કરેલો અપરાધ જાણશે તો તેને મૂળથી ઉખેડી નાખશે. આ પાપી કીચક સ્વામિ રહિત અનાથ જેમ મને, મારી પીઠ પર લાત મારે છે. કંક પણ બોલ્યોઃ “હે સુંદરી ! જો આવા જ પતિઓ છે, તો આવા પ્રકારના કીચકના અપરાધને કેમ સહન કરે છે ? હે જુદા બોલી ? ક્યાં છે તારા પતિઓ? અહીંથી ખસ, દૂર જા. રમતા રાજાને વિધ્ર કર નહિ?” એ પ્રમાણે તિરસ્કાર કરાયેલી દાસી માલિની અંતઃપુરમાં પાછી આવી.
તે જ રાત્રિએ કોઈ ન જાણે તે રીતે ધીમે પગલે રસોઈ ઘરમાં ગઈ. ત્યાં જઈને દ્રૌપદીએ ભીમના અંગૂઠાને નમાવીને (અડીને) સુખપૂર્વક સૂતેલા ભીમને જગાડ્યો. રોતી એવી દ્રૌપદીને જોઈને ભીમે પૂછ્યું : “હે પ્રિયે ! તું કેમ રુવે છે ?” તેણીએ કહ્યું: “હે પ્રાણેશ ! મારા અંગના સ્પર્શનો અભિલાષી કીચક મને અત્યંત હેરાન કરે છે.”
તમારૂં પુરુષત્વ ક્યાં ગયું? જેથી એ પ્રમાણે વિડંબના કરે છે. ભીમે કહ્યું: “હે સુભ્ર ! જો હું એને કાલે યમનો દાસ ન બનાવું તો તું મને ક્યારેય પણ પુરુષમાં ગણીશ નહિ.” મારું એક વચન સાંભળ : એ તને ફરી કામ (વિષયભોગ)ને માટે પ્રાર્થના કરશે. આ કામથી અંધ બનેલા કામીનું લક્ષણ છે. તે મનસ્વિની ! તે કામુકની વાત કપટ (માયા) કરીને પણ માની લેવી. પછી અર્જુનની નાટ્યશાલામાં રાત્રિએ આવવાનો સંકેત કરવો. તારું રૂપ લઈને હું ત્યાં જઈને ગાઢ આલિંગનના બહાનાથી તેનું જીવવાપણું હરી લઈશ. એટલે કે તેને યમસદને પહોંચાડી દઈશ. દ્રૌપદીની સાથે આ પ્રમાણે વિમર્શ કરીને ભીમે દ્રૌપદીને વિદાય કરી.
પ્રાતઃવેળાએ રાજમહેલમાં પ્રવેશ કરતી માલિનીને ફરી કીચકે જોઈ અને હાથ પકડીને કહ્યું: “હે સુંદરી ! મને ભજ, મારી સેવા કર. ત્યારે માલિની(દ્રૌપદી)એ પણ સ્નિગ્ધ, મધુર વચને કહ્યું: વારંવાર શું બોલો છો ? જો તમારે મારી સાથે જ કામ હોય તો ઉત્તરા કુમારીની નાટ્યશાલામાં રાત્રિને વિશે પહેલો પહોર વીત્યા પછી આવવું. ત્યાં હું તમારી ઇચ્છાને પૂર્ણ કરીશ.”
આ પ્રમાણે સંકેત કરીને બંનેય જણા પોતપોતાના સ્થાનમાં ગયા. મરણની ઇચ્છાવાળા પાપીઓની જેમ સૂર્ય અસ્તને પામ્યો. જાણે પાપરૂપ પંક (કાદવ)ના કારણે અત્યંત અંધકાર છવાઈ ગયો. ત્યારે રાત્રિનો પહેલો પહોર ચાલી ગયા પછી માલિનીના વેશને ધારણ કરેલા ભીમે નાટ્યશાળામાં પ્રવેશ કર્યો. તે શાળાના ખૂણે રહેલા ભીમને સ્નાન કરેલા, પુષ્પ અલંકારથી શોભતા માલિનીના અંગના સંગનો ઇચ્છુક રાત્રિનો પહેલો પ્રહર વીત્યા બાદ કીચકે કહ્યું: “હે માલિની સેરેન્દ્રિ! આવ, મને આલિંગન આપ. કામદેવથી બળતા મારા અંગને તારા અંગના સ્પર્શરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org