SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૪૬) સર્ગ - ૩ (પહેરાવી). તેને કંઠમાં રહેલી માલાને જોઈને પ્રેમપૂર્વક પાર્ટુને લોચનોથી જોતી કુન્તી સહસા જલ્દી ઊભી થઈ ગઈ. ત્યારે સૂતેલો ભીમ એકદમ ખોળામાંથી પડી ગયો. શિખર પરથી પડતી શીલાની જેમ બાલકને પડતો જોઈને કુન્તી હાહાકાર કરતી પુત્રના શોકમાં ડૂબેલી (આકુલ) એવી પુત્રને જોવા લાગી. બાળક પણ વજ જેવી કાયાવાળો હોવાથી બધાના દેખતાં એક તળથી બીજા તળે (એક પત્થરથી બીજા પત્થર પર પડતો) ગબડતો ગબડતો માર્ગમાં આવતા પત્થરોને તોડતો તોડતો પર્વતના તળ પર આવી ગયો. બાળકની પાછળ વાંદરાની જેમ કૂદકા મારતું રાજાનું સૈન્ય પણ દોડ્યું. તેની પાછળ પાડુ સહિત કુન્તી પણ રોતી રોતી હે વત્સ! એ પ્રમાણે બોલતી પક્ષીઓને પણ રડાવતી. ધીરે ધીરે પર્વતની નીચે ઉતરી આગળ દોડતી રાણી બોલી : “હે પ્રાણેશ! આ પત્થરો કોણે સૂર્યા.” પાડુએ કહ્યું : “હું માનું છું કે આ ભીમ નામનો દુશ્મન કોઈપણ શસ્ત્ર વડે ફાડી નાખશે. એમ વિચારીને પોતે પોતાના પાપથી ઝીણા ઝીણા ટૂકડા થઈ ગયા.” એ પ્રમાણે પરસ્પર વાતો કરતા રાજા-રાણી અને નોકરો જ્યાં પર્વત પરથી નીચે ઉતરે છે, તેટલામાં રાજાએ દૂરથી આવતા પોતાના સૈનિકોને જોયા. સૈનિકો આવી ગયા અને તેઓએ કહ્યું : “હે રાજન ! પુત્ર કુશલની વધામણી આપીએ છીએ. તમારો પુત્ર ક્ષેમકુશલ છે.” પછી ત્યાંથી ચાલતો રાણી સહિત રાજા ત્વરિત જે ભૂમિ પર પુત્ર આળોટતો હતો, ત્યાં આવ્યો. ત્યાં પત્થરના ચૂર્ણવાળી શૈયામાં અક્ષત-અંગ અને કમલ જેવી આંખવાળા પુત્રને જોઈને માતા-પિતા હર્ષવાળા બન્યા. ખૂબ હર્ષિત થયા.) માતાને મલવામાં ઉત્સુક ઊંચા હાથ કરેલ પુત્રને કુન્તીએ પણ હાથોથી પકડીને છાતી સાથે આલંગીને (ચાંપીને) ઝરતા સ્તનવાળી કુન્તીએ વારંવાર પુત્રને ચૂમ્યો. પાડુ રાજાએ પણ આનંદપૂર્વક તે પુત્રને નહિ છોડતી પત્ની પાસેથી બલાત્કારે છીનવીને જાતે જ આલિંગન કર્યું. તે ચૂર્ણ થયેલી શીલાની ભૂમિ જોઈને રાણીએ રાજાને પૂછ્યું : “હે સ્વામિન્ ! આ શીલા કોણે ચૂરી ?” રાજાએ કહ્યું : “હે પ્રિયે ! દેવતાએ કહેલ વજકાયવાળા આ તારા પુત્રે તે ગિરિના શિખર પરથી શિલા પર પડતા આને (ભીમે) આ શિલાઓ ચૂરી છે. તે સાંભળીને આશ્ચર્ય ચકિત થયેલી કુન્તી ભીમને લઈને વારંવાર આલિંગન દેવા લાગી. પાડુ રાજાએ પણ ભીમના પડવાથી તે ભૂમિને જોઈને શિલાચૂર એ પ્રમાણે ત્રીજું નામ આપ્યું. રાણી અને પુત્રની સાથે પાડુ રાજા ઉડતી ધજાઓ અને કપડાના તોરણોથી અલંકૃત કરેલી પોતાની રાજધાનીમાં આવ્યા. પછી ભીમ પર્વતની કંદરા (ગુફા)માં રહેલા ચંપક વૃક્ષની જેમ (મોટો વધવા લાગ્યો) અને આ બાજુ એક વખત પાડુ પત્ની કુન્તીએ રાત્રિ અલ્પ બાકી રહી ત્યારે (પૂરી થવા આવી ત્યારે) સ્વમમાં ઐરાવણ હાથી પર બેઠેલા ઈન્દ્રને જોયો. પછી ખુશ થયેલી તે કુન્તીએ પ્રાતઃ કાળે પતિને તે સ્વપ્ર કહ્યું. રાજાએ પણ કુન્તીને ઇન્દ્ર જેવો પ્રભાવશાળી ભાવિમાં પુત્ર થશે, તેમ કહ્યું. તેથી અત્યંત પ્રીતિને પામેલી એવી તેણીએ ઉત્તમ ગર્ભને ધારણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy