SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૧૧૪) સર્ગ - ૬ ત્રણ ખંડને જીતેલા જાણીને સકલ સૈન્યથી પરિવરેલા બધા રાજાઓએ ભેગા થઈને નળનો કૃષ્ણની જેમ રાજ્યાભિષેક કર્યો. નળ આ પ્રમાણે રાજ્ય કરે છે. હવે સિંહના છિદ્રને શિયાળ જુએ છે, તેમ નળરાજાનો નાનો ભાઈ કૂબર ક્રૂર ચિત્તવાળો, નળના રાજ્યનો ઇચ્છુક તેના છિદ્રોને તે જોવા લાગ્યો. જુઓ, લોકો કારણ વિના વૈરવાળા થાય છે. કહ્યું છે કે : “હરણ, માછલું, સજ્જન પુરુષો, ઘાસ, પાણી એ સંતોષવૃત્તિવાળા હોય છે. છતાં જગતમાં કારણ વિના શિકારી, માછીમાર, ઈર્ષાળુઓ તેમના વૈરી થાય છે.” કૂબરની દુર્જનતા જુઓ. એ પાપાત્મા ફૂબર એક હાથે તાળી વગાડવાની ઇચ્છાવાળાની જેમ (જીતાઈ ન શકાય તેવા) જે નળના રાજ્યને લઈ લેવા ઇચ્છે છે. હવે નળ કેવો છે તે કહે છે, તે સદાચાર અને સુકુલથી યુક્ત, પુણ્યશ્લોક (પ્રશંસનીય ભાગ્યવાળો) પ્રજાપતિ, વિનય વિનાના ઉપર શાસન કરનારો વિનયીનું રક્ષણ કરનારો, દેવોને હંમેશા પૂજનારો, ગુરુઓને હંમેશા પૂજનારો, જેનું સંપત્તિયુક્ત રાજ્ય છે, જેનું મન હંમેશા પ્રસન્ન છે. હાથી, ઘોડા, રથથી સાંકડુ રાજાના કુળનું સંકુલ છે. મહેનત કર્યા વિના પણ સુખી છે. તેના સભાના દ્વાર પર છત્રવાળી ચોકી છે. તે નળરાજા નિર્વિકારી છે. તે નળ રાજાએ શત્રુ વિનાનું, નિરોગી અને ઉપદ્રવ રહિત રાજ્ય બનાવ્યું છે. વિશેષ કરીને તે નળરાજાના રાજ્યમાં દાન, શીલ, તપ અને ભાવથી દમયંતી શોભી રહી છે. શંકર અને પાર્વતીની જેમ તે નળ અને દમયંતીનો પ્રેમ વધી રહ્યો છે. તે દમયંતી દરરોજ નળરાજાની સાથે પુષ્પોને ભેગા કરવામાં, સંગીત સાંભળવામાં, ઝૂલા પર ઝૂલવા આદિની રમત રમી રહી છે. નળરાજા દમયંતીને માટે હંમેશા સૂર્યપાક રસોઈને બનાવે છે. એ પ્રમાણે તે નળદમયંતીના સુખરૂપ સાગરમાં સ્નાન કરતાં દિવસો પસાર થાય છે. હવે એક દિવસ કર્મથી પ્રેરાયેલો નળ વિચારે છે, હું બધું કૂલરની સાથે જુગાર ખેલું (રમું), એ પ્રમાણે વિચાર કરતાં નળનો જમણો હાથ ટૂરિત થયો. તેના પ્રભાવથી નળરાજા જુગારની વાતમાં, જુગાર રમવામાં, રમતા જુગારીઓના દર્શનથી સુખ અનુભવે છે. ક્યારેય બીજે મુહૂર્ત માત્ર પણ રતિ (આનંદ)ને પ્રાપ્ત કરતો નથી. એક વખત કૂબર નામના નાના ભાઈને સ્નેહથી સરલ આશયવાળા નળે જુગાર રમવા માટે આમંત્રણ આપ્યું. હવે તેઓ સંશયના ઝૂલામાં બેઠેલા જય અને પરાજય રૂપ જુગાર ખેલવા (રમવા) લાગ્યા. તે નળ કૂબરના હાથમાં રહેલા અવાજ કરતાં પાસાઓ નાચે (ગુંજે) છે. એ પ્રમાણે જુગારમાં બંદી કરાયેલા નળ દાન, ધ્યાન, સ્નાન, જ્ઞાન, જપ, તપ વગેરે પુણ્ય કાર્ય કંઈ પણ કરવા માટે શક્તિશાળી રહ્યો નથી; અહો ! વ્યસન બધે દુઃખ આપનારૂં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy