________________
૨
]
પાંડવ ચરિત્રમ્
સર્ગ - ૧ ચિત્તવાળો શાન્તનુ નામના રાજાનો પણ રાજા થયો. જે અન્યાયરૂપી કંદને છેદતો ન્યાયરૂપી વૃક્ષને સિંચતો સમસ્ત પૃથ્વીના પાલનહારની ઉપમાને પામ્યો, જે શાન્તનુના રાજ્યમાં ત્રણ વર્ગ (ધર્મઅર્થ અને કામ) પણ એકબીજાને પરસ્પર અડચણરૂપ બનતા નથી. તે શાન્તનું રાજા સમસ્ત વ્યસનના ત્યાગવાળો અને વિવેકી હોવા છતાં પણ એક શિકાર કરવાના વ્યસનવાળો હતો.
એક દિવસ નીલાવસ્ત્રધારી અને તે પાપ કરવામાં તત્પર એવો તે શાન્તનુ રાજા વેગવાન ઘોડા પર બેસીને મહાવનમાં ગયો. વનમાં એક હરણને હરીણી કાલાવાલા કરતી ચાટતી દૂરથી જોઈને પણછ (ધનુષ્ય)માં રહેલા બાણને તૈયાર કર્યું. ડરેલા મનવાળો અને ત્રાસથી ચંચળ બનેલી આંખવાળો હરણ પણ પ્રેયસી (હરીણી)ને આગળ કરીને ભાગી ગયો. મૃગલી સાથે નાસીને તે મૃગ કોઈ ભયંકર વનમાં પ્રવેશી ગયો. રાજા શાન્તનું પણ તે માર્ગે ચાલવાથી થાકેલા મનવાળો ભૂખ અને તૃષાથી આકુળ-વ્યાકુળ થયેલો હોવા છતાં પણ તે હરણ ઉપર બાણ મારવાની શક્યતા હોવા છતાં પણ બાણ પાછું લઈ બગીચા (વન)માં ગયો.
તે શાન્તનું રાજાએ તે વનમાં ભ્રમણ કરતાં સાત મજલાવાળો સુંદર અને શ્રેષ્ઠ એક મહેલ જોયો. તે જોઈને મનમાં આશ્ચર્ય પામ્યો અને ઘોડા પરથી નીચે ઉતરીને તે મહેલ પર ચઢ્યો. ત્યાં તે રાજાએ સાતમા માળે એક બાલિકાને જોઈ. તેણે પણ તે રાજાને જોયા અને ઊભી થઈને પૂજય એવા તે રાજાને અર્થ વગેરે પૂજા વડે ઔચિત્યપૂર્વક સત્કાર કરીને પોતાના પલંગમાં બેસાડ્યા. રાજાએ પણ અનર્ગલ (અત્યંત) પ્રેમથી રોમરૂપી અંકુરો ખીલી ગયા છે એવી સુંદર મુખવાળી સામે બેઠેલી તેને જોઈને કહ્યું : “હે કલ્યાણી ! તું કોણ છે. વિનયથી યુક્ત એવી તું કોની પુત્રી છો, આ ભયંકર (જનરહિત) વનમાં એકલી સખીની સાથે કેમ રહી છો ?” આ પ્રમાણે રાજાએ પૂછતાં ઈશારો કરી સખીએ કહ્યું : “હે રાજા ! તમે સાંભળો, વૈતાઢ્ય પર્વત ઉપર રહેલ રત્નપુર નગરમાં જહુ રાજા છે. તેમની પવિત્ર અંગવાળી ગંગા નામની આ પુત્રી છે.” (એમ તમે જાણો).
એક દિવસ પોતાની પુત્રી ગંગાને નજીકમાં બેઠેલી જોઈને રાજા જહુએ કહ્યું કે : “હે પુત્રી! તારા રૂપને અનુરૂપ યોગ્ય) કેવો વર શોધવો? કહ્યું છે કે : કુલ, શીલ, સ્વામીપણું, વિદ્યા, ધન, શરીર અને વય આ સાત ગુણો વરમાં હોવા જોઈએ. પછી તો કન્યાના ભાગ્ય.” આ પ્રમાણે વિચારીને જહુ રાજાએ ગંગાને કહ્યું કે : “હે પુત્રી ! તારે અનુરૂપ કોઈ યોગ્ય વર હું શોધીશ.” ત્યારે ગંગાએ કહ્યું : હે રાજન ! વાણીનું (વચનનું) ઉલ્લંઘન કરનાર અનુરૂપ વરથી શું? આથી વચનને માનનાર વરને વરીશ, બીજો નહિ.” તે સાંભળીને રાજાએ ઘણા રાજકુમારો બોલાવ્યા. પરંતુ સ્ત્રીના વશપણાને કોઈ સ્વીકારતું નથી. ત્યારે તેણીના મનમાં દુઃખ ઉત્પન્ન થયું પછી તે હંમેશા ધર્મની જ ઇચ્છા કરવા લાગી. એક દિવસ પિતાના ગૃહે રહેલી ગંગાએ ચારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org