________________
(સાતમો સર્ગ)
હવે જવાની ઇચ્છાવાળા પ્રતિજ્ઞા પાલક યુધિષ્ઠિરે ભીમાદિ ભાઈઓની સાથે હસ્તિનાપુરથી વનવાસ માટે પ્રયાણ કર્યું. ભીમાદિ બધાએ સાથે ચાલવા માટે પોતપોતાની શસ્ત્રાદિ બધી સામગ્રી ભેગી કરી. પાડુ, ધૃતરાષ્ટ્ર, ભીષ્માદિ કુળના વૃદ્ધો સ્નેહથી મોહિત થયેલા સાથે ચાલ્યા. તેવી જ રીતે અશ્રુથી ભીના લોચનવાળા, શોકથી દુઃખી, વડીલ માતા વગેરે બધા સાથે ચાલવા લાગ્યા. પછી ક્રીડાવાળી, સરોવરાદિ, વનશ્રેણીને જોતી, પાંજરામાં રહેલા હંસ, કલહંસ, સારિકા, શુકાદિ પક્ષીસમૂહોને પૂછતી અને બધા સાથે દાસી, સખી આદિ સમૂહોની સાથે વારંવાર માર્ગમાં વાત કરતી પરિવાર સહિત, કુન્તીની પાછળ રહેલી દ્રૌપદી માર્ગ પર ચાલી. તે નગરમાં રહેનારા બધા લોકો પણ યુધિષ્ઠિરના ગુણને ગાતા પાછળ ચાલ્યા. તે શોકવાળા નગરના લોકો સાથે યુધિષ્ઠિર હસ્તિનાપુરથી બહાર નીકળ્યા. યુધિષ્ઠિરના નગરમાંથી બહાર નીકળવાના સમયે નગરના લોકો એક બીજા માર્ગમાં આ પ્રમાણે વાતોને કરતા ચાલતા હતા. જેવી રીતે પૂર્વે નળ રાજા રાજ્યને જુગાર રમતા દાવમાં મૂકીને હારી ગયા. હા ! હા! યુધિષ્ઠિરે પણ તેવી જ રીતે કર્યું.
જુગારમાં રત એવા દુર્યોધનને ધિક્કાર હો, ધિક્કાર. જેણે મહાત્મા યુધિષ્ઠિરની પાસેથી કપટ કરીને રાજ્યસંપત્તિ પડાવી લીધી.
તેવી રીતે દુર્યોધનને પ્રાપ્ત થયેલું રાજ્ય હોવા છતાં પણ રાજ્ય રહેશે નહિ. જ્યાં સુધી વિજયી ભીમ અને અર્જુન રહ્યા છે. કારણ કે આ દુર્યોધને દ્રૌપદીના વસ્ત્રનું ખેંચવાનું કાર્ય કરાવ્યું છે. તેને પાપનું ફલ મળશે. એ પ્રમાણે લોકોનું કહેલું સાંભળતાં યુધિષ્ઠિર માર્ગમાં ચાલ્યા.
હવે માર્ગમાં ચાલતાં સપરિવાર તે યુધિષ્ઠિર અને માર્ગમાં ચાલતી દ્રૌપદીને અચાનક આકાશમાંથી આવીને ક્રૂર કિર્મિર નામનો ભયંકર રાક્ષસ ડરાવવા લાગ્યો. કેવા પ્રકારનો રાક્ષસ છે? મસી જેવા શ્યામ અંગવાળો, વિખરાયેલા પીળા વાળવાળો, લાંબા શરીરવાળો, લાલ આંખવાળો, લાલ મુખવાળો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org