________________
સર્ગ - ૮
૨િ૦૭
પાંડવ ચરિત્રમ્ મર્યાદાને ઉલ્લંઘે છે. દુર્જન કાલકૂટ વિષ જેવો જાણવો. કારણ કે દુર્જન અને કાલકૂટ એ બેઉ સરખા ભાઈઓ છે. પહેલા જન્મેલો હોય કે પછી તેમાં કોઈ ફરક જણાતો નથી.”
હે ક્રૂર ચેત ! તું મને ચોરી કરનાર એ પ્રમાણે આક્રોશ કરતાં કેમ લજ્જા પામતો નથી ? તેં મને ક્યારે ચોર તરીકે પકડ્યો ? તેવી રીતે તું મારો મિત્ર ક્યારે હતો ? તેવી રીતે બુદ્ધિવાળાઓનો પામરોની સાથે સંબંધ કેવો ? કહ્યું છે કે: “અંધકારની સાથે સૂર્યને દોસ્તી કેવી, મિત્રતા કેવી ?” હે પલ્લિપતિ ! તારા દુર્વાક્યથી હું કાલુષ્ય રસને નહિ પામું. શિયાળીયાના અવાજથી શું ક્યારે પણ સિંહ ક્ષોભ પામે ? અહો ! હું તારા જોતા મારા આ સ્વર્ણના પીંછાવાળા બાણને ગ્રહણ કરું છું. જેના બાહુમાં બલ હોય તે મને અટકાવે. રે તું કોણ છે ? નથી રાજા, નથી દેવેન્દ્ર ! નથી વિદ્યાધરેજ, પરંતુ ભીલ્લ માત્ર છે. આથી તેને જોઈને મારૂં ધનુષ્ય લજ્જા પામે છે. ભીલે કહ્યું : હે સૌમ્ય ! તું આટલું ખોટું કેમ કહે છે ? કહ્યું છે કે, ગરૂડની આગળ સર્પની ફેણનો આડંબર શું કામનો ? એ પ્રમાણે બોલતાં અત્યંત ઓજસવાળા ભીલ્લપતિએ બાણને ચડાવ્યું. પછી તે ભીલપતિ અને અર્જુનનું પરસ્પર યુદ્ધ શરૂ થયું.
પછી અહંકારપૂર્વક બાણનો ભયંકર ટંકારવ થયો. પરસ્પર એકબીજાને દુઃખકારી મહાન યુદ્ધ શરૂ થયું.
તે સમયે તે ભીલ્લનું સૈન્ય આવી ગયું. તે સૈન્ય સાથે પરિવરેલા ભીલે અર્જુન સાથે ભીષણ યુદ્ધ કર્યું. અર્જુનના બાણથી અંકિત (બાણ વાગવાથી) ભીલ સૈનિકો જ્યારે પાછા ફરે છે, ત્યારે ભીલ્લપતિએ પોતાની શસ્ત્રકુશળતા જાતે બતાવી. તે વખતે જોવાની ઇચ્છાવાળા વિદ્યાધરોના વિમાનો થકી આકાશ મોટું હોવા છતાં પણ કમલો થકી સરોવરની જેમ નાનું થયું. તેઓના બાણના સમૂહો પરસ્પર ટકરાવાથી અડધે રસ્તે ખંડિત થઈ જતા હતાં. ભીલપતિના મનોરથની જેમ પછી અર્જુને તેને અજય (જીતી ન શકાય તેવો) જાણીને તેના વધની ઇચ્છાથી આગ્નેય નામના અસ્ત્રને યાદ કર્યું. તે અસ્ત્રના પ્રભાવથી બધાય પર્વતો દાવાનળમય બની ગયા. તે પર્વતોને બધી બાજુથી અગ્નિથી ઘેરાયેલો જાણીને કિરાત શેઠે તેના નિવારણ માટે વરુણ અસ્ત્રને યાદ કર્યું. તે વરુણ અસ્ત્ર વડે વરસાદની જેમ તે પર્વતને બુઝવ્યો.
એ પ્રમાણે અનેક શસ્ત્રો વડે તેને નિવારવા માટે દુઃશક્ય જાણીને અર્જુને અસ્ત્રો છોડી હાથો વડે યુદ્ધ શરૂ કર્યું. કલાનિધિ ભીલ્લ પણ ત્યાગી દીધેલા અસ્ત્રોવાળા અર્જુનને જોઈને બાણ છોડીને હાથો વડે લડવા માટે તૈયાર થયો. એ પ્રમાણે તે પલિપતિ અને અર્જુનનું અત્યંત બળવાન મલ્લના જેવું હન્દુ યુદ્ધ થયું. પરંતુ કોઈથી પણ જય કે પરાજય પ્રાપ્ત થતો નથી, તો પણ યુદ્ધ કરતાં અર્જુને અવસર પામીને ભીલ્લપતિને પગથી પકડી માથાને ચારે બાજુ ફેરવીને જ્યાં પથ્થર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org