________________
સર્ગ - ૪
પાંડવ ચિરત્રમ્
૬૯
ત્યારે દ્રુપદ રાજા તે કુમારોની કોમળતા નિહાળીને પોતે કરેલી પ્રતિજ્ઞાની વારંવાર નિંદા કરે છે. અહો ! મેં અવિચારી પ્રતિજ્ઞા કરી છે. સ્વયંવર મંડપમાં આવેલા આ કુમારો મારી પુત્રીને કેવી રીતે પરણશે ? એ પ્રમાણે ચિંતામાં પડેલા રાજાને નિદ્રા આવતી નથી અને વિવિધ પ્રકારના વિકલ્પને કરતાં અલ્પ નિદ્રાને લેતાં દ્રુપદ અને બીજા રાજાઓની રાત્રી પસાર થઈ ગઈ. પ્રાતઃકાલે રાજકલાના કૌશલ્યને જાણે જોવાને માટે અથવા દ્રૌપદીના લગ્નના ઉત્સવને જોવાને માટે સૂર્ય ઉદય દિશાને શોભાવી, મનોહર મંગલ વાજિંત્રોથી તથા ચારણ લોકોના અવાજથી તે રાજાઓના નેત્રો વિકસિત થયા. એટલે કે સવાર થતા રાજાઓ ઉઠ્યા. તે સર્વે રાજાઓએ વિધિપૂર્વક સર્વ પ્રાતઃકાર્ય કરીને સામન્ત અમાત્ય મંડલને ભેગું કરીને પોતપોતાના કુમારોને અલંકાર આદિથી કામદેવ જેવા રૂપવાળા કરીને અર્થાત્ સાક્ષાત્ કામદેવ જેવા રૂપવાળા બનાવીને સ્વયંવર મંડપ પહોંચ્યા. પાણ્ડુ રાજા પણ પોતાના પુત્રોને આગળ કરીને સ્વયંવર મંડપમાં આવ્યા. તે તે મંડપમાં કાંપિલ્યના રાજા દ્રુપદે બતાવેલા ઉંચા સિંહાસન પર બેઠા.
એ પ્રમાણે બધા રાજાઓ દ્રુપદે બતાવેલા યથાયોગ્ય આસન (સ્થાન) ઉપર બેઠા.
તે સર્વ રાજા અને કુમારોની વચ્ચે સાક્ષાત્ ધનુર્વેદની જેમ તે દુ:ખે કરીને જીતી શકાય એવો અને વી૨૨સની જેમ દુઃખે કરીને જોઈ શકાય તેવા કામરૂપ જેવા અર્જુનને જોઈને મોહિત થયેલા બધા રાજાઓ પોતાની જાતને પણ ભૂલી ગયા.
હવે દ્રૌપદીને સ્વયંવર મંડપમાં લાવવાને માટે (લઈ જવાને માટે) શણગાર સજાવનારીએ પ્રીતિપૂર્વક શણગારી. તે કેવી રીતે તે કહે છેઃ
જીતાયેલા કમળોએ પોતાની કાન્તિ ભેટ આપી હોય તેવા તેના પગ મૂકાયેલા અળતાના રસથી લાલ થયેલા શોભે છે. એમ હું શંકા કરૂં છું અને તેનું શરીર ચંદનના લેપથી શોભે છે. તેનું ઓષ્ટબિંબ અળતાનાં રસના બહાનાથી કામરાગના સંપૂર્ણ ભંડાર જેવા શોભે છે. તેના બંને ગાલો કસ્તૂરીની કાઢેલી પાનની વેલડીથી શોભે છે. તેની કાજલયુક્ત મનોહર આંખો શોભે છે. કસ્તૂરી લગાવેલ તેનું ભાલ લાવણ્ય ઝરતા કામદેવને રમવા માટેના ઝરૂખાની જેમ શોભી રહ્યું છે. તેની શણગારનારીએ બનાવેલ માલતી ફૂલની લગાવેલી માળાવાળો ચોટલો માથા પર શોભે છે. રેશમી કપડાથી ઢંકાયેલું તેનું શરીર શોભે છે. તેનો માણિક્યથી મંડિત મુગુટ કિરણોના સમૂહથી પ્રકાશે છે.
તેના કાન પરના બે કુંડલો ગાલની શોભા વધારે છે. જગતને જીતવાની ઇચ્છાવાળા તપસ્યા કરતા કામદેવની અક્ષમાલાની જેમ તેની છાતી પર એકાવલી હાર શોભી રહ્યો છે. તેના બે બાહુ ઉપર રત્નના કિરણોથી આવૃત (ઢંકાયેલા) બાજુબંધ શોભે છે. (શોભતા હતા) તેના બે હાથ મોતીઓથી જડેલા કંકણથી શોભી રહ્યા છે. કામદેવના સૈનિકના નિવાસને જાણે ગ્રહણ કરતો હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org