________________
પાંડવ ચરિત્રમ્
૧૬૨)
સર્ગ - ૬ યુક્ત તે સભાને જોતાં ભાઈઓથી પરિવરેલો યુધિષ્ઠિર અને દુર્યોધન અહીં તહીં ભમીને તે સભામાં બધે જોતાં પરસ્પર વાતોને કરતાં ક્રીડા કરે છે.
દુષ્ટ કપટી, દુષ્ટ હૃદયી, મુખે મીઠો, એવા દુર્યોધને યુધિષ્ઠિરને કહ્યું : “હે બાંધવ ! આપણે જુગાર ખેલીએ, જેવી રીતે આ લોકો ખેલે છે, તેવી રીતે આપણે ક્ષણ (થોડી) વાર ખેલીએ.”
ઓ, (સારું, બરાબર, ઠીક) એમ કહીને સરલ ચિત્તવાળા યુધિષ્ઠિર દુર્યોધનની સાથે પરસ્પર રમવા માટે તૈયાર થયા. કુટિલ દુર્યોધન કુટિલો વડે ઘેરાયો.
કહ્યું છે કે – કુટિલ ચાલ, કુટિલ બુદ્ધિ, દંભી આત્મા, કુટિલ શીલયુક્ત, (અસદાચારી) કુટિલ ભાવથકી કુટિલ, બધાને કુટિલ જુએ છે.
જેવી રીતે વિષવૃક્ષ કંટકવાળા વૃક્ષથી વિંટળાયેલું હોય છે, તેવી રીતે દુષ્ટોથી ઘેરાયેલ દુષ્ટ દુર્યોધન પાડુ પુત્ર યુધિષ્ઠિરની સાથે જુગારની રમત થકી રમે છે. પછી તેઓ પરસ્પર પાસા ફેંકવા પૂર્વક જુગાર રમવા લાગ્યા. પહેલાં (શરૂઆતની) રમત વસ્તુ મૂક્યા વિના રમ્યા, પછી દાવ મૂકવાપૂર્વક સાચુ રમ્યા, પછી પાન-સોપારી આદિથી, પછી વીંટી આદિથી, આમ જુગારમાં વૃદ્ધિ થઈ. તે આ પ્રમાણે- જ્યારે જેનો જય થાય, ત્યારે તેના સાગરીતો (પાસે ઊભેલા) ખુશ થાય છે. “જ્યાં સૂરજ હોય ત્યાં જ કમળ ખીલે છે.”
તેઓ પરસ્પર જુગાર રમવામાં લીન હોવાના કારણે દિવસે તાંબૂલ (મુખવાસ) રાત્રિએ ભોજન અને પાનાદિ (ખાણી-પાણી) આ બધું જુગારના આનંદમાં ભૂલી ગયા. એ પ્રમાણે તેઓ બંને જુગાર રમતાં જય અને પરાજય પામતા રહ્યા. પછી દુર્યોધને અભિમંત્રિત પાસા વડે કપટી જુગાર રમવાનું શરૂ કર્યું. તેઓ આ પ્રમાણે રમતાં ધર્મપુત્ર યુધિષ્ઠિર અંધની જેમ, નજરબંધિની જેમ, ભૂતથી ગ્રસ્તની જેમ, હારતો હોવા છતાં પણ પોતાની મિલકતને જોતો નથી. ગાંધારના સ્વામી શકુનિ મામાથી શીખેલી હાથની લાઘવ કલાવાળા તે દુર્યોધને ફરીવાર વારંવાર જીતેલાની જેમ પાસા પાડ્યા. એટલે કે તે વારંવાર પાસા ફેંકતો રહ્યો અને જીતતો રહ્યો, તે કારણે યુધિષ્ઠિર અંગ પર પહેરેલા બધા અલંકારો હારી ગયા. ત્યારે કર્ણ આદિ બંધુઓની પ્રીતિ ઉછળવા લાગી. કારણ કે ઘુવડો જ સૂર્યને દુઃખવાળો (સૂર્યાસ્ત) જોઈ આનંદ પામે છે, તો પણ રમવાના રસમાં ડૂબેલા યુધિષ્ઠિર ક્રમે કરીને રાજભંડાર હારી ગયા. પછી ગાંગેયે રાજકોષ હારેલો જોઈને યુધિષ્ઠિરને જુગારથી અટકાવતા કહ્યું : “હે યુધિષ્ઠિર ! જો તમારા જેવા મહાત્માઓ વ્યસન સમુદ્રમાં પડે છે, તો બીજા હીન સત્યવાળાઓને શું કહેવું ? જો સૂર્યથી અંધકાર વ્યાપી જાય તો પ્રકાશને કોણ કરશે ? જો ચંદ્ર જ્વાલા (અગ્નિ) ફેંકતો હોય તો સૂર્યથી પીડાતા મનુષ્યોને કોણ ઠંડક આપશે ? વ્યસનો સાથે રહેલા સંસારમાં કોણ ગુણીજનો કહેવાશે ?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org