SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાયના અનેક પ્રકારો છે. લેખન, વાંચન, શ્રવણ, ધર્મચર્ચા, ધર્મવકતૃત્વ, અભ્યાસ વાંચના, પૃચ્છા, પરાવર્તના અનુપ્રેક્ષા, ધર્મ કથા આદિમાંથી મને એકનો અવસર મળી ગયો તે છે ચાર્તુમાસમાં પાંડવ ચરિત્ર યાને મહાભારત વાંચવાનો પરંતુ આધાર માટે અનુવાદની તપાસ કરતાં અનુવાદ પ્રાપ્ત ન થયો ત્યારે વિચાર આવ્યો મહાભારત પર વ્યાખ્યાનના પુસ્તકો લખાયા છે. પણ અક્ષરશઃ અનુવાદ મળતો નથી. તેનું અક્ષરશઃ ગુર્જરાનુવાદ થઈ જાય તો બિન અભ્યાસી સંસ્કૃતવાળા ભવ્ય જીવોને ઉપયોગી થશે તેવી ઉપકાર બુદ્ધિથી અને સ્વકર્મ નિર્જરા હેતુથી લખવાની શરૂઆત કરી. આ કથાની ઉત્પત્તિ અણચિંતવ્યા વચન બોલવાથી, અને દુર્યોધન દુઃશાસનાદિના અહંના કારણે થઈ છે જે પુસ્તકના વાંચનથી જાણવા મળશે. નલ દમયંતીની વ્યથાની કથા પણ આ ગ્રંથમાં જ સમાયેલી છે. કેવી ભયંકર સ્થિતિમાં પણ પ્રભુ શાસનની અડગતા, પરમાત્મા પ્રતિ પ્રીતિ, નમસ્કાર મહામંત્ર પરની પૂર્ણ શ્રદ્ધા, વિપત્તિમાં પણ આત્મ સંપત્તિમાં રમણતા, સન્મતિની જાળવણી, પૂર્વ સંચિત કર્મનો ઉદય જાણી અનેક વિટંબણાઓમાં પણ અતૂટ ધીરજતાના તેમાં દર્શન થાય છે. એક મત્સ્ય કન્યા પર પિતાની મોહ દશા જાણી ભીષ્મ પ્રતિજ્ઞા કરનાર ગંગાપુત્ર ગાંગેયની શૌર્ય ગાથાનું વર્ણન. ઘુતક્રીડામાં દ્રૌપદીને દાવમાં મૂકવી, દુર્યોધન, દુઃશાસન, ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર, કૃષ્ણ વાસુદેવાદિના ચક્રવ્યુહ આદિનું વર્ણન, સંસારના ભોગ લાલચુ અને ગર્વધારીઓની અનેક પ્રકારની અવસ્થાનું જેમાં વર્ણન રહ્યું છે એવા આ પાંડવ ચરિત્રના ગુર્જરનુવાદ માટે પ્રેરક અને સહાયક બનનારા મારા અનુજ ગુરુબંધુ જ્યોતિષજ્ઞ વર્ધમાન તપોરત્ન, આગમજ્ઞાતા, સહસ્ત્રકૂટના તપસ્વી શ્રી અમિતયશસૂરિ મ.સા. સહજ ભાવે સ્મૃતિ પટ પર અંકિત થઈ જાય છે. સાથે વર્ધમાન તપોનિધિ ૧૦૦+૫૫ ઓલીના તપસ્વી સમ્રાટરત્ન અનુજ ગુરુબંધુ પ્રવર્તક મુનીશ્રી કલાપૂર્ણ વિ. મ. જેઓ ભક્તિ કરવા દ્વારા સહાયક બન્યા તેમને કેમ ભૂલાય ? ગ્રંથનું ગુર્જરાનુવાદ આઘંત દૃષ્ટિ પથમાં લાવી દોષને દૂર કરી નિર્દોષરૂપ આપનાર અને પ્રસ્તાવના દ્વારા ગ્રંથની ઉત્પત્તિનું નિમિત્ત, પાત્રોનું વર્ણન, ગ્રંથની ઉપયોગીતાદિ પર પ્રકાશ પાડનાર પરમોપકારી, વિદ્વર્ય, સૂરિરત્ન શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સાએ પુસ્તકનું ગૌરવ વધાર્યું છે. તે બદલ તેઓશ્રીનો હું ઋણી છું. પુસ્તક પ્રકાશન કાર્યમાં શ્રુત ભક્તિના લાભાર્થિ સાધર્મિક બંધુઓને ધન્યવાદ આપું છું. અલ્પ સમયમાં સુઘડ અને સુચારૂ રૂપે આકર્ષિત કરતું પુસ્તકને રૂપ આપનાર મુદ્રક કિરીટ ગ્રાફીકસ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy