________________
પાંડવ ચરિત્રમ્
૨૩૨
સર્ગ - ૯ ચાબૂકના ચાબખા વડે પ્રહાર કરવા લાગ્યો. તે સમયે માથા પર રહેલા સૂર્યના સખત તાપથી ૬ ઉપવાસના તપથી અને યુદ્ધ કરવાના કારણે તે પાંડવોના તાળવાને સૂકાવી દેતી ભયંકર તૃષા ઉત્પન્ન થઈ. એટલે કે મોટું સૂકાવી દેતી પાંડવોને તૃષા લાગી.
ઉત્કૃષ્ટ તૃષાથી અત્યંત પીડાતા યુધિષ્ઠિરે ભીમાદિ ભાઈઓને કહ્યું : “હે બંધુઓ ! મને તૃષા અત્યંત દુઃખ આપે છે. તેનાથી પીડાતો હું એક ડગલું પણ ચાલવા સમર્થ નથી, હે બંધુઓ ! અહીંથી બહુ દૂર નહિ, લીલા પાંદડાથી શોભતું વડ વૃક્ષ દેખાય છે. તેની ચારે બાજુ, ચારે દિશામાં હારિત, કપિન્જલ, હંસ, બક (બગલા) આદિ પક્ષીઓનો સમૂહ પરિભ્રમણ કરે છે. તેથી નિશ્ચિત ત્યાં પાણીનો સંભવ છે. તમે ત્યાં જઈને પાણી લાવો. આ પણ દ્રૌપદીનો ચોર આપણને જોઈને
જ્યાં સુધી વિલંબ કરતો છે, ત્યાં સુધી પાણી પીવાય, પાણી પીને ત્યાર પછી આ દ્રૌપદીના ચોરને યમનો દાસ બનાવીશું.” એ પ્રમાણે કહીને યુધિષ્ઠિરે પાણી લાવવા માટે નકુલ અને સહદેવને મોકલ્યા. તે બેઉએ તે સરોવર પર જઈને ઇચ્છા મુજબ પાણી પીધું.
પછી યુધિષ્ઠિરાદિ ભાઈઓ માટે કમળના પડીયામાં પાણી ભરીને જ્યાં પાંચ-છ ડગલા ચાલ્યા, તેટલામાં અત્યંત મૂર્છાથી ઘેરાયેલા જમીન ઉપર પડી ગયા. અહો ! વિધિનું આશ્ચર્ય ! જીવો કર્મો થકી આ પ્રમાણે દુઃખી થાય છે. પાણીને આવવામાં વિલંબ જોઈને અથવા વિલંબ થવાથી યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું: “હે વત્સ ! પાણી માટે ગયેલા નકુલ અને સહદેવ ફરી પાછા આવ્યા નથી. તેનું શું કારણ છે ? જલ્દી તું જા. ત્યાં જઈને તેઓનું શું થયું છે, તે સમાચર લઈ આવ. જલ્દી પાણી લાવીને મારી તૃષાને દૂર કર.”
પછી ત્વરિત ત્યાં ગયેલા અર્જુને પોતાના બે સ્કંધ જેવા નાના ભાઈઓને પડેલા જોયા. તે બંનેને તેવી રીતે પડેલા જોઈને અર્જુન મોટા સ્વરે પોકાર કરે છે કે : “હા વત્સો ! તમે કોના થકી આવી સ્થિતિને પામ્યા. અર્થાત્ તમારી આવી સ્થિતિ કોને કરી ? હે વત્સો ! તમે જલ્દી ઉઠો. મોટા ભાઈ આર્ય એવા યુધિષ્ઠિર અત્યંત દુઃખી થાય છે.” એ પ્રમાણે વારંવાર બોલતો અર્જુન સરોવર પર જઈ પોતે પાણી પીને પછી કમળના પાનમાં ભાઈને માટે પાણી લઈને
જ્યાં ચાલે છે, ત્યાં અર્જુન પણ તેવી જ રીતે ભૂમિ પર પડી ગયો. ફરી યુધિષ્ઠિરે ભીમને કહ્યું : “હે બંધુ ! ભાઈને જોવા માટે મોકલેલો અર્જુન ઘણો વખત થઈ ગયો છે, છતાં પણ હજુ કેમ નથી આવ્યો ? ભાઈઓના સમાચાર લઈ આવ અને મારા માટે પાણી પણ લઈ આવ.”
એ પ્રમાણે યુધિષ્ઠિરના કહેવાથી ભીમસેન સરોવરના કાંઠે પહોંચ્યો. ત્યાં પોતાના ભાઈઓને મૃત્યુ જેવી દશા પામેલા જોઈને અત્યંત વિલાપ કરવા લાગ્યો : “હે વત્સ! તમારી આવી દુઃખકારી સ્થિતિ ક્યારે આવી પડી ? હે વત્સ ! કયા શત્રુ વડે આપણી દ્રૌપદીનું અપહરણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org