SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૯ ૨૩૩ પાંડવ ચરિત્રમ્ થયું છે ? આપણી માતા એકલી એકલી દુઃખી થઈને રહી છે. તમે કેમ સુખપૂર્વક સૂઈ રહેલાની જેમ સુખે રહ્યા છો ?” બંધુઓ ! આર્ય યુધિષ્ઠિરની તૃષાને દૂર કરીને પછી હું તમારી સુશ્રુષા કરીશ. એમ કહીને પાણી પીને કમળના પાંદડામાં જલને લઈને ભીમ પણ તેવી રીતે પાંચ-છ પગલા જઈને ભૂમિ પર પડી ગયો. ભીમને પણ ઘણો સમય થયેલો જાણી યુધિષ્ઠિરે વિચાર્યું કે હવે હું જઈને ચારેય મારા ભાઈઓને શોધું. એમ મનમાં વિચારીને યુધિષ્ઠિર સરોવર પાસે ગયા. ત્યાં પોતાના ભાઈઓને પડેલા જોઈને યુધિષ્ઠિરે કહ્યું : “હે વત્સ ! ભીમ ! મને છોડીને આ નિદ્રામાં કેમ સૂઈ ગયો છે? દુઃખી એવા મારી હમણાં હમણાં કેમ ઉપેક્ષા કરે છે? દુર્યોધનની સાથળનો ભંગ તે ગદા વડે કર્યો નથી અને દુઃશાસનની છાતી ચીરી નથી, તો પણ મને કેમ તજી દીધો? જેના વડે હે મહાબાહુ! હિડંબ, બકુ, કિર્ગીરાને તે યમના અતિથિ બનાવ્યા છે. તે તારું બળ ક્યાં ગયું? હે વત્સ ! અર્જુન ! તું મારા પ્રાણથી પણ કંઈ જુદો નથી. યુધિષ્ઠિર જીવિત હોવા છતાં પણ તારી આવી દશા કેવી રીતે થઈ ? આજ સુધી પણ દ્રૌપદીનો પરાભવ સહન કર્યો નથી. તું આમ કેમ સૂતો છે. શત્રુનું પરાક્રમ ભૂલી ગયો છે?” ઇત્યાદિ દીન વચનને ઉચ્ચારતાં વારંવાર મૂર્છાને પામે છે. ફરી સરોવરના શીતલ પવન વડે ચેતનાને પ્રાપ્ત કરેલ યુધિષ્ઠિર આ પ્રમાણે વિલાપ કરે છે : હે બંધુ ! વૃકોદર ! કોઈપણ પાપી વડે ઉપાડી જવાતી દ્રૌપદીને તારે જ છોડાવવાની છે તો શા માટે તું નિશ્ચિત બની સૂતો છે ? હે ભીમાર્જુન ! બાર વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, તમે સમુદ્રને ઉતરીને ગાયના પગ જેટલા નાના ખાબોચિયામાં કેમ ડૂબેલા છો ? હે બંધુ અર્જુન ! તમે કર્ણની માનતાથી આવી સ્થિતિને શું પ્રાપ્ત કરી ? હે વત્સ ! નકુલ... સહદેવ ! હું સાજો સારો ઘરે જઈને માતા માદ્રીની આગળ શું કહું (કહીશ) ? એ પ્રમાણે વિલાપ કરતાં યુધિષ્ઠિરને જોઈને કોઈક ભીલ બોલ્યો : “હે કાયર પુરુષ ! તમારી પત્નીને કોઈપણ પુરુષ લઈ ગયો છે. તેના ઉપવસ્ત્ર (સાડલા)ને દૂર કરીને અત્યંત ચાબૂક વડે મારે છે. તેણી પણ તમારું નામ લેતી હે આર્યપુત્ર ! આર્યપુત્ર ! એ પ્રમાણે કહી કરૂણાયુક્ત રડે છે, યાને રૂદન કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy