________________
સર્ગ - ૧૨
૨૭૧
પાંડવ ચરિત્રમ્ તે આ પ્રમાણે, હે સમુદ્રવિજય ! મને તમારી પાસે જરાસંઘે મોકલ્યો છે અને કહ્યું છે કે : “જો તમારે જીવિત અને રાજ્ય જોઈતું હોય તો આ કુળનો નાશ કરનારા ગોપબાલકોને મોકલો. કારણ કે મોટા કાર્ય માટે નાનું કાર્ય છોડવું, હંસની જેમ મહાનંદ. (મોક્ષ) માટે મહાન આત્મપુરુષો વિષયસુખના આનંદને ઘાસની જેમ છોડી દે છે.”
એવું દૂતનું વચન સાંભળીને કંઈક ક્રોધથી ધ્રૂજી રહેલા શરીરવાળા સમુદ્રવિજય બોલ્યા: “હે સોમક ! તારો સ્વામી વિવેક વગરનો છે. જેથી મારા બાળકો માગે છે, બીજા ગુન્હા કરેલા એવા ગુન્હેગારો જો શરણે આવેલા હોય તો તેવાઓને પણ ક્ષત્રિયો આપતા નથી, તો પછી પ્રાણથી પણ પ્રિય પોતાના પુત્ર રામકૃષ્ણને કેવી રીતે સમર્પણ કરે ! ખરેખર તારો સ્વામિ જરાસંઘ જીવનથી કંટાળી ગયેલો જણાય છે.” હે સોમક ! જેથી કરીને દુર (દેડકો) (કૃષ્ણરૂપી) કાળા સર્પ છંછેડે છે ઇત્યાદિ. સમુદ્રવિજયના વાક્યને સાંભળીને ફરીથી સોમક દૂત બોલ્યો : “હે રાજન ! આટલા સમય સુધી તમે જરાસંઘના શાસનને (આજ્ઞાને) માથે ચડાવતા હતા, તો પછી હમણાં આવો અહંકાર શા માટે ! ખરેખર કીડીઓને મરણ સમયે પાંખના નવાંકુર ફૂટે છે. તેવી જ રીતે તને પણ નવી વાતો સૂઝે છે. આ રામકૃષ્ણના બલ વડે શું જરાસંઘ જીતશે ?
ઘુવડો અંધકારના બલની પાસે કેટલો ગર્વ કરે ? તારો આ એક અપરાધ છે. જે રામ અને કૃષ્ણને પીઠ આપીને ઊભો છે. તેવી રીતે પાંડવોને પીઠ આપીને ઊભો છે. આ બીજો અપરાધ છે. રામકૃષ્ણના અપરાધથી જરાસંઘ આવશે. પાંડવના રક્ષણથી યુદ્ધ માટે દુર્યોધન, કૌરવો, દશ અક્ષૌહિણીથી પરિવરેલા નજીકમાં હોવાથી તેઓ જલ્દી આવશે. સંખ્યા નામ હસ્તી
પદાતિ ૧ . પત્તિ (પાયદળ) ૧ ૨ સેના
૩ ૩ ૯ ૧૫ સેનામુખમ
૪૫ ગુલ્મઃ ૨૭ ૨૭ ૮૧ ૧૩૫ વાહિની ( ૮૧ ૮૧ ૨૪૩ ૪૦૫ પૃતના
૨૪૩ ૨૪૩ ૭૨૯ ૧૨૧૫
૭૨૯ ૭૨૯ ૨૧૮૭. ૩૬૪૫ ૮ અનીકિની ૨૧૮૭ ૨૧૮૭ ૬૫૬૧
૧૦૯૩૫ ૯ અક્ષૌહિણી ૨૧૮૭૦ ૨૧૮૭૦ ૬૫૬૧૦ ૧૦૯૩૫૦
૫.
cm o wie
ચમ્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org