________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી ગૌતમસ્વામીને નમઃ શ્રી આદિનાથાય નમઃ
મંગલાચરણ
મોક્ષ સુખના કારણભૂત, વિશ્વની સંપૂર્ણ સ્થિતિ (વ્યવસ્થા) ને કરનારા, પરબ્રહ્મ સ્વરૂપ, પરમાત્મા, જગતને આનંદ (સુખ) આપનારા, યોગી, પરમેષ્ટિ એવા યુગાદિદેવ શ્રી ઋષભસ્વામિને (દેવને) નમસ્કાર હો. ૧-૨ યુગ્મ.
જગતના રક્ષણહાર માનીને લંછનના બહાનાથી હરણ (મૃગ) જેની સેવા કરે છે (લંછન રૂપે હરણ જેના અંગમાં રહ્યું છે) એવા અને ભૂમિપર રહેલા ભવ્ય જીવોને શાંતિ આપનારા શાંતિનાથ ભગવાન, જયને પામો...૩
યદુવંશના શિરોમણી કલ્પવૃક્ષ સરિખા, લોકમાં રહેલા પ્રાણીઓને ઇચ્છિત પદાર્થોને આપનારા શ્રી નેમિનાથ ભગવાન કલ્યાણ કરનારા થાઓ....૪
વિદ્યુત આશ્રિત મેઘ (વાદળ) ની જેમ મણિના કિરણોથી યુક્ત સર્પ લંછનથી શોભી રહેલા, નીલવર્ણની કાન્તિવાળા એવા તે પાર્શ્વનાથ પ્રભુ તમારું રક્ષણ કરો....૫
વધતા એવા ગુણના સમૂહરૂપ સિદ્ધાર્થ રાજાના કુલરૂપ ગગનને પ્રકાશમય કરનારા એવા સૂર્ય સમાન જિનેશ્વર ભગવાન વર્ધમાન (મહાવીર) સ્વામીને હું નમસ્કાર કરું છું...૬
શ્રી સરસ્વતી દેવીને તથા સ્વગુરુને નમીને અન્ય ચરિત્રોમાંથી ઉદ્ધત્ય (લઈને) મારા આત્માના આનંદ માટે અને કર્મ નિર્જરાને માટે ઈશ્વાકુ કુલમાં જન્મેલા પાંડવપુત્રના ચરિત્રને સુંદર એવા ગદ્યરૂપે રચું (લખું ) છું૭-૮ (યુ...)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org