________________
પાંડવ ચરિત્રમ્
૨૮૨
- સર્ગ - ૧૨ એક બાજુ વિદ્યાધરના વિમાનો વડે શોભતું પાંડવનું સૈન્ય કુરુક્ષેત્રની ભૂમિ સુધી આવી ગયું. તે આ પ્રમાણે :
જેવી રાતે પરસ્પર અવાજના પડઘાઓ વડે અંતર્મગ્ન બનેલા બંનેના સૈન્યોને પણ રણશિંગાના (યુદ્ધ વાજિંત્રોના) અવાજો પ્રેરિત કરતા હતા. પવનરૂપ ઝૂલાથી (વાવાઝોડાથી) ક્રોધિત થઈ પરસ્પર જાણે તિરસ્કાર કરતી ન હોય, એવી બંને સૈન્યોની ધજાઓ શોભતી હતી.
બંને પરસ્પર સ્વામિના વૈરથી વૈરને લેતાં આકાશમાં રહેલા વિદ્યાધરો પોતપોતાના વીર્યના ગર્વવાળા થયેલા વચન વડે મળ્યા. (વાતો કરી.) બંને સૈન્યના ભાટચારણો પોતપોતાના સૈનિકોની પ્રશંસા કરે છે. યુદ્ધ માટે ઉત્સાહિત થયેલા સૈનિક વીરો માગધ (ભાટચારણો)ને સુવર્ણ અને રત્નના આભૂષણ આપે છે.
બંનેના સૈન્યો પણ પોતપોતાના સ્વામિની આજ્ઞાથી યુદ્ધ ઇચ્છતા હોવા છતાં પણ સુભટોને છડીદારો પકડી રાખે છે.
તે ક્ષણે મુખ વડે ચંદ્ર જેવા, આંખો વડે કમળની શ્રેણી જેવા વિવિધ પ્રકારના રત્નોથી ભરેલા વિમાનના સમૂહોથી, સંધ્યા સમયના વાદળની શ્રેણી જેવા કુરુપાંડવના યુદ્ધને જોવાને માટે ઉતાવળા થયેલા ગાંધર્વ દેવ અને વિદ્યાધરો વડે આકાશ અલંકૃત કરાયું છે. અર્થાત્ આકાશ શોભી રહ્યું છે.
આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાણ્ડવ ચરિત્રમાં સોમકદૂત આગમન, શલ્યરાજા આગમન, પાંડવ-કૌરવ પ્રયાણ વર્ણન નામનો બારમો સર્ગ પૂર્ણ થયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org