SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩૮૪ સર્ગ - ૧૦ ધૂમાડો બહાર નીકળતો હતો. ક્યારેક ચિત્રમાં રહેલા રૂપો (આંખ સામે) નાચતા લાગતા હતા. એ પ્રમાણે પૂતળીઓ હસતી હતી. અકાલે સૂર્ય અને ચંદ્રને રાહુ ગળી લેતો હતો. યાદવોના ઘરમાંથી રત્નો ચાલી ગયા. મારા પણ ચક્રાદિ રત્નો નષ્ટ થઈ ગયા. એ પ્રમાણે કાલ જતાં એક દિવસ સંવર્તક (વંટોળીયો) વાયુ ચારે બાજુ વાવા લાગ્યો. તે વાયુએ દૂરથી વૃક્ષો ઉખેડીને પુરિની અંદર નાખ્યા. યાદવોની ૭૨ કુલકોટિ, નગરીની મધ્યે રહી છે. વળી યાદવોની ૬૦ કુલકોટિ યાદવોની નગરીની બહાર રહી છે. તે બધી એક પિંડ કરીને સ્થાને સ્થાને અધમ એવા દ્વૈપાયન દેવે અગ્નિ પ્રગટાવ્યો. તે અગ્નિના ધૂમાડાથી ઢંકાયેલી (વ્યાસ) થયેલી તે નગરી અત્યંત ધૂમાડાથી ભરાઈ ગઈ. જેમ કે બળતા બધા લોકો પરસ્પર અથડાતા (ટકરાતા) હતા. જવાને માટે અશક્ત લોકો ઘર અને ધનની સાથે પ્રાણોને ત્યજતા હતા. તેથી મેં અગ્નિથી વ્યાકુળ બનેલા બલદેવની સાથે વસુદેવ, દેવકી અને રોહિણીને રથમાં બેસાડી દીધા. પહેલાં બળદોએ રથને ખેંચ્યો. પછી તે બળદો અગ્નિ વડે ભસ્મીભૂત થઈ ગયા. પછી ખભા પર ઘૂસરૂ મૂકીને અમે તે રથને કેટલી ભૂમિ સુધી લઈ ગયા. એ પ્રમાણે જતાં રસ્તામાં ઘૂસણું ભાંગી ગયું અને યુગ પણ ભાગ્યું. તો પણ ગમે તેમ કરીને અમે રથને દરવાજા સુધી લઈ ગયા. ત્યારે કોઈએ બે દરવાજા બંધ કરી દીધા. બલભદ્ર પગની લાતથી તે બે દરવાજા દૂર ફેંકી દીધા. પછી અમે બેઉ ખેંચતા હોવા છતાં પણ તે રથ એવી રીતે ભૂમિમાં ખેંચી ગયો કે જેથી ખેંચવા છતાં પણ ચાલ્યો નહિ. તેથી હું મારી તાકાતને વિશે અત્યંત ખેદ પામ્યો. અમારી શક્તિને ધિક્કાર હો. જે માતાપિતાનું પણ રક્ષણ નથી કરી શકતી, ત્યારે કોઈ દેવે આકાશમાં રહીને મોટેથી કહ્યું : “હે કૃષ્ણ ! તારા પરિશ્રમથી સરો (પરિશ્રમ મૂકી દે.)” તે હું જ કૈપાયન દેવ છું. જે અગ્નિકુમારમાં ઉત્પન્ન થયો છું. વૈરને યાદ કરીને આ હું કરું છું. પરંતુ અગિયાર વર્ષ સુધી લોકોના પ્રમાદરહિત સતત આયંબિલ તપના પ્રભાવથી મને મોકોઅવસર મળ્યો નહિ. હવે હું તમારા બે સિવાય કોઈને પણ નહિ છોડું. તમારો પ્રયત ફોગટ જશે. તમે જાઓ. પહેલાં મેં કહેલું ભૂલી ન જાઓ. એવી દેવ વાણી સાંભળીને પણ અમે (બલભદ્ર અને કૃષ્ણ) અતિ સ્નેહના કારણે ફરીથી તે રથને ખેંચવા લાગ્યા. અમારા બેઉથી સારી રીતે ખેંચવા છતાં જ્યાં ભૂતથી ઘેરાયેલી જેમ પદ માત્ર પણ ચાલ્યો નહિ. તેટલામાં માતાપિતા બોલ્યા : હે પુત્રો ! તમારું કલ્યાણ થાઓ. માર્ગ કુશલ બનો. અહીંયા અમને નેમિ પ્રભુનું શરણ છે. એમ કહીને તેઓ ત્યાં જ ઊભા રહ્યા. પછી બલભદ્ર અને કૃષ્ણના સમ્યક્વારી માતાપિતા મરણને નજીક આવેલું જાણીને આરાધના કરવા લાગ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy