SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૬ (૧૧છે. પાંડવ ચરિત્રમ્ નળે કહ્યું : “હું શું રમું? મારી પાસે કંઈ પણ નથી.” કૂબરે કહ્યું : “દમયંતીને દાવમાં મૂક” ત્યારે ચાલી ગયેલી શરમવાળા નળે દમયંતીને દાવમાં મૂકી. “જો હું હારી જાઉં તો દમયંતી જાય અથવા હું જીતી જાઉં તો મારૂં ગયેલું સર્વ રાજ્ય પાછું આવી (મલી) જાય.” આ વચન કૂબરે પણ સ્વીકારી લીધું. લોકોએ વાળવા છતાં નળ, કૂબર બંને ધૂત રમવા લાગ્યા. હવે નળ, દમયંતીને આગળ કરીને હાહાકાર કરતાં બધા રાજાઓની સમક્ષ કૂબરની સાથે જુગાર રમતાં રાણી દમયંતીને નળ હારી ગયો. આ પ્રમાણે સર્વસ્વ હારી ગયેલો નળ રાજા અલ્પમાત્ર પણ મનથી દુઃખ પામ્યો નહિ. હવે કૂબરનો શંખનાદપૂર્વક સર્વ સામંતો વડે તે જ ક્ષણે નળ રાજાના દેખતાં જ રાજ્યાભિષેક કરાયો. તેથી કૂબરની આજ્ઞા પ્રવર્તવા લાગી. નળ તેજ હીન બન્યો. નહિ થવાનું થાય છે. સારી રીતે થયેલું જર્જરિત થાય છે. વિધિ તે જ બનાવે (કરે) છે, જે મનુષ્ય ચિંતવતો નથી. રાજ્યથી ભ્રષ્ટ મહાત્માનું મન પણ નિર્મલ હોય છે. આવા પ્રકારનો હોવા છતાં પણ નળને કૂબરે પોતાના દેશમાંથી બહાર કાઢી મૂક્યો; કઠોરભાષી હાથમાં શસ્ત્રવાળા કૂબરના સેવકોએ નળને જતો જોઈને તેની પાછળ જતાં લોકોને અટકાવ્યા. નળની પાછળ જતી દમયંતીને દુરાત્મા ફૂબરે કહ્યું : “હે દમયંતી ! તને મેં જીતી લીધી છે. જુગારી નળની સાથે જ નહિ. મારા ઘરમાં સુખે રહે. મેં તને જુગાર રમતાં પ્રાપ્ત કરી છે અર્થાત્ જીતી લીધી છે. આથી નળને છોડી મારી સેવા કર.” આ પ્રમાણે સાંભળીને દમયંતી બોલી : “હે દેવર ! જે અગ્નિમાં પ્રવેશ ઇચ્છે છે, જે સિંહણને દોવાને ઇચ્છે છે, જેને મરણની ઇચ્છા છે, તે નળની પાછળ જતી એવી મને રોકો નહીં. હે કૂબર! કુલને ઉચિત આચરણ કર. પતિની પાછળ જતી એવી મને રજા આપ. તું નિષ્કલંક રહે અને રાજ્યને ભોગવ.” પોતાની પૃથ્વીનું પાલન કર. કારણ કે તું પણ મારા પતિનો નાનો ભાઈ છે. આથી તું રાજ્યને યોગ્ય છે, પરંતુ પતિની પાછળ જતી એવી મને નિષેધ કરવો યોગ્ય નથી. કારણ કે મારા પતિ મારું શરીર હારી ગયા છે. પરંતુ પ્રેમ હોડમાં નથી મૂક્યો, એ પ્રમાણેના તેણીના વચન સાંભળીને ડરી ગયેલો કૂબર બોલે છે : “હે આયેં ! ક્રોધને છોડીને તું હૃદયને પ્રસન્ન કર.” તું નળની પાછળ જા, પણ હું નળને મારા દેશમાં જગ્યા નહિ આપું. કારણ કે એક વનમાં ક્યારે પણ બે સિંહ સાથે રહેતા નથી. આથી હું આ મારા ભાઈને રાજ્યથી બહાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy