________________
૧૫૬
પાંડવ ચરિત્રમ્
સર્ગ - ૬ આ બાજુ ધનદેવ સાર્થવાહ કે જેણે દમયંતીને શિબિકામાં બેસાડીને અચલપુરના દ્વાર પર મૂકી હતી. ભીમરાજાને જોવાની ઇચ્છાવાળો તે સાર્થવાહ જ્યાં ત્યાં આવ્યો, ત્યારે દમયંતીએ તે ધનદેવનો ભાઈની જેમ સત્કાર કર્યો.
પછી દમયંતીએ દૂત દ્વારા ઋતુપર્ણ રાજાને, ચંદ્રયશ રાજાને અને ચંદ્રવતી સાથે વસંતશ્રી શેખરને પણ દૂત દ્વારા બોલાવ્યા. આ બધાએ વિવિધ પ્રકારે પ્રીતને કરતાં ઘડીની જેમ મહિનો પસાર કર્યો.
એક વખત કોઈક દેવ નળ અને દમયંતીની પાસે આવ્યો. દમયંતીને નમીને બોલ્યો : “હું તે તાપસીનો સ્વામિ છું.” જેણે તેં પ્રતિબોધિને દીક્ષા અપાવી હતી, તે હું સારી રીતે સંયમ પાળીને, ઉગ્ર તપ તપીને, સૌધર્મ દેવલોકમાં કેસરી નામના વિમાનમાં શ્રીકેસર નામનો દેવ થયો છું. તે મારા પર મોટો ઉપકાર કર્યો છે. મિથ્યાત્વના કારણે ઘોરાતિઘોર નરકમાં પડતા એવા મને તેં સમ્યક્તનું દાન આપી બચાવ્યો છે. આથી હું તારું ઇચ્છિત શું કરું? અથવા તને ગમતું શું કરું?
દમયંતીએ કહ્યું : “જે તારા હૃદયમાં દઢ સમ્યત્ત્વ રહ્યું છે, તો બધું જ છે. ફરી તું ધર્મમાં દૃઢ બન, એમ કહીને દમયંતી મૌન રહી. પછી કૃતજ્ઞમાં મુગટ સમાન શ્રીકેસર નામનો દેવ દમયંતીના ઘરમાં સાતક્રોડ સુવર્ણ મહોરને વસાવી પોતાના સ્થાને ગયો.”
હવે નળે પોતાનું સ્વરૂપે પ્રગટ કર્યું છે, તે જાણીને બધા રાજાઓ સેવા કરવા આવ્યા. પછી ભીમ રાજા આદિ સર્વ રાજસમૂહે ભેગા થઈને નળનો રાજ્યાભિષેક . નળ રાજાએ દૂત દ્વારા બોલાવેલા સર્વ રાજાઓ પોતાના સૈન્યથી પરિવરેલા આવી ગયા.
હવે નળ રાજા જ્યોતિષીએ આપેલા મુહૂર્ત તે રાજાઓથી પરિવરેલા સૈન્ય સમૂહ સાથે પૃથ્વીને ધ્રુજાવતો પોતાની રાજ્ય લક્ષ્મીને લેવાની ઇચ્છાથી કોશલા નગરી તરફ પ્રયાણ કર્યું. રસ્તે જતાં દુઃખે કરીને જીતી શકાય તેવા રાજાઓને જીતતો અને જીતેલા રાજાઓને સાથે લઈ જતો વાજિંત્રોના અવાજથી બધી દિશાઓને પૂરતો, ગૂંજવતો બધિર કરતો) અયોધ્યાના રતિવલ્લભ નામના વન (ઉદ્યાન)માં આવી રહ્યો. તે નળને આવતો સાંભળી કૂબરના મનમાં રતિભાર પણ ક્ષોભ થયો નહિ. કારણ કે નીતિને જાણવાના મનવાળો નળ બળાત્કારથી રાજ્યને લેશે નહિ. જુગારમાં જીતેલું રાજ્ય જુગારથી જ લેશે. આથી ચિંતા શી ?
એ પ્રમાણે વિચારીને કૂબર નિશ્ચિત થઈને રહ્યો; નીતિવાન નળે ભાઈ એવા કૂલરની પાસે વાચાળ એવા દૂતને મોકલ્યો. તે દૂતે કુબેરની પાસે જઈને કહ્યું : , “હે રાજન ! જય અને વિજય વડે તમે વધી રહ્યા છો. દશે દિશાઓમાં વિજય પ્રાપ્ત કરીને તારો ભાઈ આવ્યો છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org