________________
અગિયારમો સર્ગ)
હવે પ્રીતિથી ભરેલા ગૌરવથી મહાન બાંધવ સહિત રાજાઓ સાથે યુધિષ્ઠિરને કૃષ્ણ પોતાની નગરીમાં લઈ ગયા.
માર્ગમાં દ્રૌપદી તથા સત્યભામા એકસાથે રથમાં બેઠેલા બંને પરસ્પર વાર્તા (સંવાદ) કરવા લાગ્યા.
સત્યભામાએ હસીને દ્રૌપદીને ઉચ્ચ સ્વરે કહ્યું: “હે સખી ! દ્રૌપદી ! મને એક મોટું આશ્ચર્ય થાય છે, તેનો તું જવાબ આપ.” દ્રૌપદીએ કહ્યું : “તારા મનમાં શું આશ્ચર્ય છે ?” ત્યારે તે સત્યભામાએ કહ્યું : “અમારા જેવી હજારો રાણીઓને એક એવા કૃષ્ણની સેવા કઠિન થાય છે તો હે સખી, તું એકલી પાંચ પ્રિયાના (ભરથારના) ચિત્તને કેવી રીતે અનુસરે છે ?” પછી સત્ય માનનારી સત્યભામાને દ્રૌપદીએ કહ્યું: “હે સખી! સત્યભામા પ્રિય (પતિ)ને વશ કરવાનો મંત્ર સાંભળ !” મારા પતિને મન, વચન અને કાયાને જે કાંઈ ગમે છે, તે જ હું કરું છું.
પતિના જમ્યા પછી હું જમું છું, પતિ સૂઈ ગયા પછી સૂઈ જાઉં છું, તેઓ ઉઠે તે પહેલાં હું ઉઠી જાઉં છું. દરરોજ એ પ્રમાણે કરતાં મારી પતિની સાથે પ્રીતિ વધે છે તથા તેવી રીતે પાંચેયનો સત્કાર (ઉઠવાદિ વિનય) કરું છું. તેઓની સાથે વાતો કરતાં પાંચેયને વિનયપૂર્વક વાંકી વળી મસ્તકને નમાવી વાત કરું છું. તેઓના અંગની શુશ્રુષા, સેવા કરું છું. તેવી જ રીતે પતિના સગાસ્નેહી, સંબંધીઓને વાત્સલ્ય (માન) આપું છું. પાંચેય ભરથારો પાસે એકસરખું વર્તન કરું છું. અર્થાત્ પાંચેય ભરથારોને એકસરખા અનુસરું છું. તેથી તે પાંચેય ભરથારો મને પ્રાણપ્રિયારૂપ નિત્ય માને છે. એ પ્રમાણે એક જ રથમાં બેઠેલા વાતો કરતાં તે બંને ક્રમે કરીને પૃથ્વીને ઓળંગી ગયા. એટલે કે કેટલોક માર્ગ પસાર કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org