SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧ ૧૩ પાંડવ ચરિત્રમ્ બાણોને કેવી રીતે સહન કરીશ. આથી સ્ત્રીઓમાં અત્યંત આસક્તિ ન કર. અત્યંત આસક્તિ વિનાશને માટે થાય છે, ફળ આપનાર નથી બનતી. “રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રી દૂર રહીને મધ્યભાવથી સેવવા યોગ્ય છે.” અત્યંત દૂર નહિ અને અત્યંત નજીક નહિ, એ પ્રકારે ભાઈની હિતશિક્ષા સાંભળીને મનમાં આનંદ પામે છે, તેટલામાં માતા સત્યવતી પણ ત્યાં આવી ગઈ. તેણે પણ એ પ્રમાણે જ કહ્યું. પછી લજ્જા પામેલો વિચિત્રવીર્ય ધર્મ, અર્થ અને કામમાં સમવૃત્તિ (સમભાવ) વાળો થયો... એક સરખા ભાવવાળો બન્યો. કેટલાક વર્ષ પછી વિચિત્રવીર્ય રાજાની પતી અંબિકાએ ગર્ભ ધારણ કર્યો. ક્રમે કરીને ગર્ભ મોટો થયો. બધા મનોરથો પૂર્ણ થયે શુભલગ્ન આવે છતે અત્યંત તેજસ્વી જન્મથી અંધપુત્રને જન્મ આપ્યો. પછી સારા દિવસે ભીખે મહામહોત્સવપૂર્વક સત્યવતીના તે પુત્રનું ધૃતરાષ્ટ્ર એવું પ્રશંસનીય નામ રાખ્યું. વિચિત્રવીર્યની બીજી પતી અંબાલિકાએ પણ તેના નાનાભાઈ રૂપે બીજા પુત્રને જન્મ આપ્યો. તે જન્મથી પાડુરોગવાળો હોવાથી તેનું નામ પાડુ, એ પ્રમાણે રાખ્યું. વિચિત્રવીર્ય રાજાની ત્રીજી પતી અંબાએ પણ ગુણના સમુદ્રરૂપ ત્રીજા પુત્રને જન્મ આપ્યો. ગુરુઓ (વડીલો)એ તેનું વિદૂર એ પ્રમાણે નામ પાડ્યું. હવે તે કુમારો કુરૂના વંશને અલંકારરૂપ કરવાની ઇચ્છાવાળા શુભભાવો વડે યુક્ત વળી અશુભભાવ વિનાના તેઓ હતા. જેવી રીતે તેઓના જન્મથી, ચોર, પરસ્ત્રીગમન કરનારા આદિ શબ્દો સાંભળવા મળતા ન હતા. તેવી રીતે ન્યાય એક છત્રી હતો. વળી તેઓના જન્મથી જ આધિ અને વ્યાધિ અડચણરૂપ ન હતા. બળવાન લોકોથી નબળા લોકો હેરાન થતા નથી. અત્યંત વૃષ્ટિ, અવૃષ્ટિ, સ્વરાજ્ય, પરરાજ્યનો ભય લોકોને થતો નથી. ઋતુકાળે વૃક્ષો અવશ્ય ખીલે છે. તે કુમારોના પ્રભાવથી મોટી ઉન્નતિ થઈ. એ પ્રમાણે કાળ જતાં વિચિત્રવીર્ય રાજા ફરી પણ તે જ વ્યસનને સેવનારો થયો. વળી પૂર્વ પ્રમાણે (પૂર્વની જેમ) ઉધરસ, દમ, દાહજ્વરાદિથી પીડાયેલો પરલોકમાં ગયો. અહો ! કામની વિટંબના.... તે પુત્રને મૃત્યુ પામેલો જોઈને સત્યવતી માતા અત્યંત વિલાપ કરે છે. હા પરિવાર વત્સલ ! હા કૌરવકુલ શાખ ! હા ઈશ્વાકુતિલક ઇત્યાદિ વિલાપ કરતી સત્યવતી મૂછિત થઈ (મૂછને પામી) તે પછી શીતલ ઉપચારો થકી ચેતના પામેલી પુત્રના ગુણોનું સ્મરણ કરીને ફરી ફરીને જોરજોરથી રડવા લાગી. તેવી જ રીતે આંસુઓને સારતી અંબિકાદિ બહેનો રોવા લાગી. વળી બધો જ પરિવાર પુકાર કરવા લાગ્યો. પરંતુ નસીબને કોણ દૂર કરી શકે છે (ફેરવી શકે છે). તે બધા ગાંગેયાદિ પરિજનોએ વિચિત્રવીર્ય રાજાનો અગ્નિસંસ્કાર કર્યો. કેટલાય દિવસો પછી તે કુમારોની બાલ્યપણાની ચેષ્ટાથી (રમતગમત)થી કંઈક તે શોક ઓછો થયો. વળી તે કુમારોનો એકબીજા સાથે બંધુ સ્નેહ એવો થયો કે એકબીજા વિના એક ક્ષણવાર પણ રહી શકતા નથી. કુમારો બાળક હોતે છતે અને રાજા સ્વર્ગમાં ગયે છતે પણ ભીષ્મના ભયથી અન્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy