________________
પાંડવ ચરિત્રમ્
૧૫૪
સર્ગ - ૬ તેઓ બંને વાતને કરતાં રસ્તામાં બિભીતક (બીજોરાના) વૃક્ષના ફલો જોઈને કુષે કહ્યું : “હે રાજેન્દ્ર ! આ વૃક્ષમાં કેટલા ફળ છે, તે કહો.” રાજાએ વિચારીને કહ્યું: “આ બિભીતક વૃક્ષમાં અઢાર હજાર ફલો છે, વધારે કે ઓછા પણ નહિ.” પછી કુષે રથથી ઉતરીને પગના પ્રહારથી વૃક્ષને લાત લગાવતાં તેમાં રહેલા બધાય ફળો નીચે પડી ગયા.
હવે કુલ્ક રૂપવાળા નળે પોતાના હાથે પડેલા (બિભીતક) બીજોરાના ફળો દધિપર્ણ રાજાએ કહેલી સંખ્યા પ્રમાણે પ્રાપ્ત થયા. આશ્ચર્ય પામેલા નળે દધિપર્ણ રાજા પાસેથી તે ગણિત વિદ્યા માંગી. દધિપણે પણ નળ પાસેથી અશ્વહૃદય મંત્ર માંગ્યો. નળે દધિપર્ણ રાજાને અશ્વહૃદય મંત્ર આપ્યો અને દધિપર્ણ રાજા પાસેથી ગણિત મંત્ર ગ્રહણ કર્યો (લીધો). એ પ્રમાણે એક રથમાં બેઠેલા તે બંને રાજાઓ ક્રમે કરીને પ્રભાત સમયે (કાળે) કુંડિનપુરની સીમામાં આવ્યા, પરંતુ તે નગરના પરિસરમાં બીજા કોઈપણ રાજા કે યુવરાજ (રાજકુમાર)ને જોયા નહિ. સ્વયંવર મંડપનું પણ કોઈપણ લક્ષણ જોયું નહિ, તેથી દધિપર્ણ રાજા આશ્ચર્ય પામ્યો.
દમયંતી ફરી લગ્ન કરે નહિ એ પ્રમાણે પોતે વિચારેલું બન્યું. તેથી નળ નિશ્ચિત થયો. નગરના રિસરમાં રાજાઓના રહેવા માટેના સ્થાન (મકાન) નથી. નગર પણ મૃદંગાદિના અવાજ વિનાનું છે. આ નગરમાં કંઈપણ નવીનતા નથી, બધું સ્વાભાવિક રહેલું દેખાય છે. ખરેખર કોઈપણ કારણે (બહાનાથી) અમારી મશ્કરી કરી છે. હવે નગરની અંદર આવેલા અમે ભીમરાજાને શું ઉત્તર આપીશું?
એ પ્રમાણે વિચારતાં તે નળ રાજા અને દધિપર્ણ રાજા નગરની નજીકમાં રહેલા ઉદ્યાન પાસે પહોંચ્યા. કુન્જ સાથે દધિપર્ણરાજા આવેલા સાંભળીને ભીમરાજાએ પણ મહામહોત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવ્યો અને રહેવા માટે મકાન આપ્યું. કુજ સાથે દધિપર્ણ રાજાને આવેલા જાણીને હર્ષિત થયેલી દમયંતીએ ભીમરાજાને અને માતાને કહ્યું : “હે માત-પિતા ! વીરસેન પુત્ર નળ વિના આ ભરતક્ષેત્રમાં અશ્વહૃદય મંત્રનું જ્ઞાન બીજા કોઈને પણ ખબર નથી.” ત્યારે પિતાએ કહ્યું : “આ લક્ષણો થકી આ જ મારો જમાઈ જણાય છે-લાગે છે, તો પણ નિર્ણય વિના નક્કી ન થાય.” ફરી દમયંતીએ ભીમને કહ્યું : “હે તાત ! આજે મેં અલ્પ રાત્રિ રહે છતે યાને પ્રભાત સમયે એક સ્વપ્ન જોયું છે. તે આ પ્રમાણે મને નિવૃત્તિ દેવે કોશલા વનને લાવીને બતાવ્યું. તેની આજ્ઞાથી હું એક આંબાના ઝાડ પર ચડી, તે દેવે મને હાથમાં એક સો પાંખડીવાળું કમળ મને આપ્યું તથા તે વૃક્ષ પરથી પહેલા બેઠેલું કોઈક પક્ષી એકાએક જ ભૂમિ પર પડ્યું.”
ભીમરાજાએ કહ્યું : “હે પુત્રી ! કોશલા ઉદ્યાન સમાન તને રાજ્ય પ્રાપ્તિ, સહકાર વૃક્ષ સમાન તને પ્રિયનો મેળાપ, આમ્રવૃક્ષથી કોઈક પૂર્વે બેઠેલું પક્ષી પડ્યું. તે ક્રૂર કર્મ કરવાવાળો કૂબર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org