________________
પાંડવ ચરિત્રમ્
૧૧૬
સર્ગ - ૬ હવે પ્રભાત સમયે ઉઠાડનારાથી જાગેલો નળરાજા પૂર્વની જેમ પ્રાત:કાર્ય નિપટાવીને સકલ રાજલોકોની સાથે સભામાં આવ્યો. મળેલા જ્ઞાની આદિ મહામંત્રીઓ હર્ષ પામેલ તેઓ દમયંતીની પ્રશંસા કરે છે. ધન્ય આ નળ પ્રિયા જેણે રાજાને માર્ગમાં લાવ્યો.
હવે કેટલાક દિવસો ગયે છતે ફરી જુગારના વ્યસનથી ખેંચાયેલ નળરાજા દમયંતીએ કહેલું સર્વ ભૂલી ગયો. શરમ છોડીને નળરાજાએ સભામાં કૂબરને બોલાવીને જુગાર રમવાનું શરૂ કર્યું. જે જે હોડમાં મૂકે છે, તે તે બધું હારી જાય છે. કહ્યું છે કે, પુણ્ય જતાં બધું ચાલ્યું જાય છે.
હાથી, ઘોડા, રથ, ગણિકા, ગ્રામ, આકર, પૂલ વગેરે જે જે નળે હોડ (દાવ)માં મૂક્યું, તે તે બધું હારી ગયો. લક્ષ્મી નિત્ય ઓછી થવા લાગી. સેવકો પણ છોડી ગયા. બધા લોકો જીત પામતાં કૂબરની પાછળ પડ્યા. પદ્મને છોડીને સંધ્યા સમયે ભ્રમરાનો સમૂહ કુમુદ તરફ જાય છે. તેવી લક્ષ્મીની ચંચળતાને ધિક્કાર છે. તે ધનમાં આસક્ત થયેલાને ધિક્કાર છે."
જુગારમાં આસક્ત બનેલો નળ કંઈ પણ કાર્ય-અનાર્યને જાણતો નથી, તે નળને લોકો દ્વાર બંધ કરીને જુગારથી વાળે છે. ભોજનનો ત્યાગ કરીને પાછો વાળે છે. દુકાનો બંધ રાખીને શ્રેષ્ઠ વેપારીઓ તેને અટકાવે છે. સ્વજનો ઉપવાસ કરીને તેને રોકે છે, તો પણ જુગારરૂપી ગ્રહથી જકડાયેલા નળે જુગાર છોડ્યો નહિ.
દમયંતી નળને જુગારથી વાળવા માટે સામંત, મંત્રીઓના સમૂહથી ભરેલી સભામાં જાતે જ આવી ત્યારે તે સભાજનો દમયંતીને જોઈને દૂર ખસી ગયા. દુઃખથી ઘેરાયેલી તેણી કંચુકી (નપુંસક) પુરુષથી લઈ જવાયેલી નળ કૂલરની પાસે જાતે જ આવીને આ પ્રમાણે બોલી.
“હે દેવર ફૂબર ! જુગાર છોડ, સ્વધર્મમાં બુદ્ધિને લગાવ. કુલને ઉચિત આચારને સેવ, જો મહારાજા (નળરાજા) સાંભળતા ન હોય તો તું શું બુદ્ધિથી ભ્રષ્ટ થયો છે.” દેવરે કહ્યું: “હું શું કરું? ભાઈ નળ, મને બળાત્કારથી રમાડે છે.”
દમયંતી બોલી : “હે દેવર ! જો તું અધિક રાજ્ય માટે ધૂત ખેલે છે, તો મારા પૈતૃક (પિતા)ના માલવ દેશ અને મહારાષ્ટ્રને ગ્રહણ કર. મણિ, માણેક, રત્નો અને સુવર્ણ, મુક્તાફલ (મોતીઓ)નો સ્વીકાર કર, જે તારા ઘરમાં રહ્યું છે.”
એ પ્રમાણે જ્યારે દમયંતી બોલી, ત્યારે તેની પાછળ શ્રુતશીલાદિ નામના મંત્રીઓ પણ હા, તે વાત ખરી છે. તેવી રીતે બોલ્યા.
નળરાજાએ કહ્યું : “હે કૂબર ! મારૂં હોડમાં મૂકેલું રાજ્ય વગેરે સર્વ તને આપીશ. તું મારી સાથે વધુ લાંબો વખત રમ. આ મારી દમયંતીને પણ દાવમાં મૂકીને રમીશ અને હારીશ તો તને આપીશ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org