SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧ ૧૧) પાંડવ ચરિત્રમ્ કહ્યું છે કે, તીર્થકરો, ગણધરો, ઇન્દ્રો, ચક્રવર્તીઓ, વાસુદેવો, બલદેવો વિધિ વડે હરાયા છે. તો પછી બીજા જીવોની શી વાત? છાયાના બહાનાથી કાલ છલ (ચૂક)ને શોધતો ફરે છે. કોઈને પણ છોડતો નથી. તેથી ધર્મમાં પુરુષાર્થ કરો... એ પ્રમાણે જાણીને ગાંગેયે શાન્તનુની ઉર્ધ્વક્રિયા કરીને ચિત્રાંગદ બાળકને રાજ્ય પર બેસાડીને પોતે ધર્મધ્યાનમાં તત્પર બન્યો. કારણ કે મહાત્માઓ સ્વીકારેલો નિયમ યુગાન્ત પણ ભૂલતા નથી. તે ચિત્રાંગદ રાજા અનુક્રમે મોટો થતાં ઘણી રાજકન્યાઓ પરણ્યો. તેઓની સાથે વૈષયિક સુખ ભોગવતો રહ્યો છે (ભોગવે છે, અને તે પછી ચિત્રાંગદ અતિ ઉત્કટ (કઠીન) પૃથ્વીને જીતતો. વિરોધીઓ સાથે એકલો જ યુદ્ધ ખેલે છે. ગાંગેયે વાળવા છતાંય પણ રાજા નિલાંગદ સાથે યુદ્ધ કરતાં નિલાંગદેએ ચિત્રાંગદને મહાસંગ્રામમાં હણ્યો. હણાયેલા ચિત્રાંગદને જોઈને ભીષ્મ ક્રોધે ભરાયો. ભાતૃવૈરી નિલાંગદને એક જ બાણ વડે વીંધી નાખ્યો. વળી પાછો ગાંગેય સ્વઘરે આવીને ભાઈ પરના પ્રેમવાળો નાનાભાઈ વિચિત્રવીર્યને રાજ્ય પર બેસાડ્યો. ત્યારે નાના ભાઈને કહ્યું: “હે ભાઈ ! તારે કોઈની સાથે દુશ્મનાવટ (શત્રુતા) (વિરોધ) કરવી નહિ. યુદ્ધ માટે જવું નહિ. હું તારી ચિંતા કરીશ.” એ પ્રમાણે કહીને જાતે જ રાજ્યની ચિંતા કરતા એવા ગાંગેયે વિચિત્રવીર્ય રાજાને માટે અનુરૂપ સ્ત્રીઓને શોધવા બધી દિશામાં પોતપોતાના માણસોને મોકલ્યા. એક દિવસ મોકલેલા મનુષ્યોમાંથી કોઈ માણસે એકાએક જલ્દી આવીને ગાંગેયને આ પ્રમાણે કહ્યું : “હે સ્વામિન્ ! પૃથ્વી પર કાશી દેશમાં આવેલી વારાણસી નગરીમાં કાશી રાજા છે. તે રાજાને (૧) અંબિકા (૨) અંબાલિકા અને (૩) અંબા એ પ્રમાણે ત્રણ પુત્રીઓ છે. એની પાસે સ્વર્ગની સ્ત્રીઓ (દેવીઓ) ઘાસના ફૂરચા જેવી તુચ્છ લાગે છે. તેઓના માટે કાશી નરેશે સ્વયંવર મંડપ રચ્યો છે. તે સ્વયંવર મંડપમાં અનેક રાજાઓ અને અનેક રાજપુત્રો ઉપસ્થિત થયા છે. તેવી રીતે કેટલાક આવી રહ્યા છે, કેટલાક આવશે. આથી કાશી રાજાની તે પુત્રીઓ રૂપથીવયથી અને કલાના સમૂહથી વિચિત્રવીર્યને યોગ્ય લાગે છે.” તે સાંભળીને ગાંગેયે ચિંતવ્ય. અહો! કાશી રાજાએ શું કર્યુ? બધા રાજાઓ અને કુમારોને આમંત્રણ આપ્યું. પરંતુ કલાવાન, ગુણવાન, મારા નાનાભાઈને આમંત્રણ આપ્યું નહિ. બોલાવ્યા વિના રાજાઓએ સ્વયંવરમાં જવું યોગ્ય નથી. આથી હું એકલો ત્યાં જઈને બધાને જીતીને મારું ઇચ્છિત (મારૂં ધાર્યું) કરીશ, એ પ્રમાણે વિચારીને પવનવેગી ઘોડાઓથી સજ્જ એવા રથમાં બેસીને શીઘ તે સ્વયંવર મંડપમાં આવ્યો. ત્યાં ઊંચા માંચડા પર બેઠો. ગાંગેય સુવર્ણ વર્ણવાળો, તે ગાંગેય દેવોમાં દેવરાજ (ઈન્દ્ર)ની જેમ બેઠેલો (શોભતો) હતો. તેણે વિચિત્રવીર્યને માટે ત્રણે બાલિકાનું અપહરણ કરવાનું મનમાં વિચાર્યું. ત્યાં ધાત્રી વડે રાજાનું કીર્તન થતાં મંચથી ઉતરીને ઘોડાની જેમ છલાંગ મારતો ગાંગેયે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy