SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૫૦) સર્ગ - ૩ ભીમ બધા ભાઈઓને પકડી લે છે તથા ધર્માત્મા ધર્મનંદન (યુધિષ્ઠિર) શમભાવી આત્મા સર્વ બંધુઓ ઉપર સ્નેહને રાખે છે. વિશેષ પ્રકારે તો સુયોધન પર સ્નેહ રાખે છે. કુદરતી રીતે ચંચલ એવા ભીમે દુર્યોધન ભાઈઓને દુઃશાસન આદિઓને ક્રિડા કરતાં સુખાસન (આરામથી બેસવાના સાધનો) આદિને ઉછાળતો ક્યારેક બગલમાં લેતો, ક્યારેક હાથોથી હલાવીને પીડા કરતો, શ્વાસનો અવરોધ કરતો, મરેલા જેવા કર્યા. વળી ભીમે ક્યારેક બે નાળિયેરોને અફળાવવાની જેમ તેઓના પરસ્પર શીર ટકરાવ્યા. ક્યારેક પગ પકડી ખેંચીને કોશમાત્ર દૂર લઈ જતો હતો. ક્યારેક તેઓને બાહુપાશમાં પકડીને પાણીમાં ઊંડે સુધી ડૂબાડીને ક્રિયા પ્રિય ભીમ મરેલા જેવા કરીને એટલે કે અધમૂઆ કરીને છોડી દેતો. સર્વે ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો ક્યારેક ક્રિડા કરવાને માટે એક મોટા કોઠાના ઝાડ પર ચઢી ગયા. તેટલામાં ત્યાં આવેલા ભીમે તેઓને વૃક્ષ પર ચઢેલા જોઈને પગના પ્રહારથી વૃક્ષને હલાવ્યું અને બધા કૌરવોને ફળોની સાથે જમીન ઉપર પાડ્યા. ભીમથી ખેદ પામેલા હોવા છતાં પણ તે કૌરવો ભીમ પર ગુસ્સો કરતા ન હતા, કારણ કે તેઓ જાણતા હતા કે આ અમને ક્રીડા કરાવે છે પણ દ્રોહથી (ઈર્ષાથી કે ગુસ્સાથી) પીડા કરતો નથી પરંતુ દુષ્ટબુદ્ધિના કારણે દુર્યોધન બધી ક્રિડા વગેરેને ઇર્ષ્યાથી જ જૂએ છે. એક દિવસ પોતાના ભાઈઓને કદના કરતાં જોઈને ભીમને કહ્યું “હે બધુ! આ નાના બાળક જેવા મારા ભાઈઓને રાજા વિનાની પ્રજાની જેમ શા માટે કદર્થના (દુઃખી) કરે છે. જો તને તારા હાથના બળનું અભિમાન હોય તો મારી પાસે આવ. જેથી કરીને તારા હાથની ખરજ (ખણજ)ને દૂર કરૂં.” ત્યારે ભીમે કહ્યું, “હે બંધુ દુર્યોધન ! હું તારા ભાઈઓને વિષે દુષ્ટ મનવાળો નથી પરંતુ આતો મારા સ્નેહનું ચાપલ્ય છે.” દુર્યોધને કહ્યું, “હે ભીમ! વનોમાં દાંતથી હાથીઓની રમત પણ વૃક્ષોને ભાંગનારી (ઉખેડી નાખનારી) થાય છે. આથી તું મારી સાથે યુદ્ધ કર.” ભીમે કહ્યું, “જેવી રીતે એરંડાનું ઝાડ હાથીની ખણ દૂર કરવા માટે સમર્થ નથી તેવી રીતે તું પણ મારા હાથની ખણજને સહન કરવા સમર્થ નહીં થાય.” એ પ્રમાણે આક્ષેપ કરાયેલો દુર્યોધન ભીમ સાથે બાથંબાથનું યુદ્ધ કરવા લાગ્યો ત્યારે બીજા કુમારો યુદ્ધના કૌતુકમાં રત તેઓને જોતાં ચારે બાજુ ઊભા રહ્યા તે બેઉજણા પણ જય અને પરાજયમાં તત્પર રહેલા અજય રહેલા વનમાં હાથીની જેમ શોભે છે. એ પ્રમાણે બન્ને યુદ્ધ કરતાં વૃકોદર (ભીમ) જેવા વજઅંગી ભીમે દુર્યોધનના અંગને જર્જરીત (ઢીલા) કરીને દૂર ત્યાગી દીધો તેથી સાવધાન થઈને દુર્યોધન લજ્જાવાળા મુખે ધીરે ધીરે પોતાના ભાઈઓ પાસે આવ્યો. રજથી ઢંકાયેલો ભીમ પણ યુધિષ્ઠિર પાસે આવ્યો, યુધિષ્ઠિર પણ ધૂળથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy