SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ સર્ગ - ૨ પાંડવ ચરિત્રમ્ મરણના ભયથી ડરેલા કંસે પતીને વાળી, તું મૌન રહે. હું તેવું કરીશ કે જેથી મારું કુશલ (સારું) થાય. એ પ્રમાણે દિવસો પસાર કરે છે. એક દિવસ વસુદેવ અને કંસ ક્રિડા કરતા હતા, ત્યારે ક્રિડા (રમત) કરીને વસુદેવને ખુશ કર્યો. ત્યારે કંસે કહ્યું : “હે બંધુ ! હું તારી પાસે કંઈક યાચું છું.” વસુદેવે કહ્યું : “માંગ.” કંસે કહ્યું : “જો માંગેલ મળતું હોય તો તમારી દેવકીના સાત પુત્રો મારા થાવ (થાય) અર્થાત્ મને આપ.” વસુદેવે ચિંતવ્યું. બલભદ્ર આદિ મારે ઘણા પુત્રો છે. કંસ પણ મારા પુત્ર થકી પુત્રવાળો ભલે બનો. એ પણ મારા પુત્રોનું પુત્રની જેમ પાલન કરશે. એ પ્રમાણે પત્ની સાથે વિચારીને કંસે કહેલું સ્વીકાર્યું. કારણ કે જે થવાનું હોય તે જ થાય છે. વસુદેવે દેવકીના છ પુત્રો આપ્યા. દુષ્ટાત્મા દુષ્ટ કંસે તે બધાય (પુત્રો)ને પત્થર સાથે અફળાવીને.. પત્થર પર પછાડીને મારી નાખ્યા. તે વાતને જનમુખથી સાંભળીને વસુદેવ અને દેવકીને ખૂબ દુ:ખ થયું. પુત્ર પરના પ્રેમથી કોણ કોણ મોહિત નથી થયું? અર્થાત્ પુત્ર પર કોને મોહ નથી થયો ? જેમ કે ગોભદ્રશેઠ, સગર ચક્રવર્તી, દશરથ રાજા, રાજા શ્રેણિક, નાગ નામનો રથિક, પ્રસન્નચંદ્ર રાજા, ધાત્રીપતિ (રાજા) કોણિક, જ્ઞાનભંડાર હરિભદ્રસૂરિ અને શäભવસૂરિ આદિ ભૂમિ પર ગંભીરતા ધરનારા પુત્રના પ્રેમમાં કોણ મોહિત નથી થયું ? હવે એક વખત દેવકીએ સાતમા ગર્ભ વખતે અર્ધરાત્રિ ગયે છતે સાત સ્વપ્રોને જોયા. જેવા કે હાથી, બળદ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાલા, ચંદ્ર અને સૂર્ય, આ પ્રમાણે જોયા. સ્વપ્રોને જોઈ જાગૃત થયેલી દેવકીએ જલ્દી જઈને વસુદેવને કહ્યા. પતિએ તેને કહ્યું, તને અર્ધભરતાધિપતિ વાસુદેવ પુત્ર થશે. અર્થાત્ તારો પુત્ર વાસુદેવ થશે. તે દિવસથી દેવકીએ ગર્ભ ધારણ કર્યો. પરંતુ ચિંતાથી દુઃખી થયેલી દેવકીએ વસુદેવને કહ્યું : “હે પ્રાણેશ ! આ સાતમા ગર્ભને કંસ હણી નાંખશે.” શૌરિએ પતીને કહ્યું: “હે પ્રિયે ! હું જીવતાં છતાં મૃતપ્રાયઃ છું (મરેલો છું.)” કારણ કે મારા જોતાં જોતાં કંસે મારા પુત્રોને પશુની જેમ હણી નાખ્યા છે. આ પુત્રને રાક્ષસ એવા કંસથી હું કઈ રીતે રક્ષણ કરૂં ? દેવકીએ કહ્યું : “સ્વામિન્ ! ચિંતા કરો નહિ, નસીબ બલવાન છે.” કારણ કે જેવી ભવિતવ્યતા હોય, તેવા પ્રકારની બુદ્ધિ, મતિ અને ભાવના ઉત્પન્ન થાય છે અને સહાયક મળે છે. દૂર રહેલું હાથમાં લાવે છે અને કરમાં રહેલું પણ નાશ પામે છે. મહાઈન્દ્રની જાલ જેવી વિધિની ગતિઓ વિચિત્ર છે. વસુદેવે કહ્યું : “હે દેવી ! મને પુત્રના રક્ષણનો ઉપાય મળી ગયો છે. મારા ગોકુલનો સ્વામિ નંદ યશોદા સહિત તારા પુત્રનો રક્ષક થશે તથા તેઓ પુત્રરતને પ્રયતપૂર્વક મોટો કરશે. પછી તો નસીબ બલવાન છે.” એ પ્રમાણે પતિથી આશ્વાસન પામેલી પૂર્ણ થયેલા દોહદવાળી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy