________________
સર્ગ - ૪
૮૧
પાંડવ ચિરત્રમ્ તો તે શ્રેષ્ઠ છે, પછી નારદ પાંડવોને બોલાવીને વ્યવસ્થા કરે છે. હે પાંડવો ! હે વત્સો ! કાનને માટે અમૃત સમાન તમારો અમૃત વિવાહ સાંભળીને વ્યવસ્થા કરવાને માટે હું આવ્યો છું. આથી અનેક બાંધવને એકલી દ્રૌપદી પરિભોગ્ય બાંધવોના ચિત્તને દ્વિધા કરનારી ન થાવ...” કારણ કે :- ભવનું બીજ, નરક દ્વારના માર્ગની દીવડી, શોકનું કંદ, ક્લેશનું મૂળ, દુઃખની ખાણ સ્ત્રી છે.
હે વત્સ ! કુટુંબના સંહારનું કારણ સ્ત્રી છે. પૂર્વે જે થયું છે તે કથા આ પ્રમાણે સાંભળ. આ પ્રમાણે :—
તે
રત્નપુર નગરમાં શ્રીષેણ નામનો ન્યાયવાન, સમ્યક્ત્વધારક, જનવત્સલ, ગુણાલંકારધારક એવા મહારાજા થયા હતા. તેને કામદેવની સ્ત્રી જેવી અભિનંદિતા અને શિખિનંદિતા નામની બે રાત્રિઓ હતી. તેમાંથી પહેલી અભિનંદિતાએ જગત્ઉદ્યોત કરનારા બે પુત્રોને જન્મ આપ્યો. તેમાં પહેલાનું નામ ઇન્દુષણ અને બીજાનું નામ બિંદુષણ રાખ્યું હતું. ક્રમે કરીને તે મોટા થતા શસ્ત્ર અને શાસ્ત્રમાં વિચક્ષણ થયેલા તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા. તેઓના પિતાએ ઘણી રાજપુત્રીઓ પરણાવી, એ પ્રમાણે સુખપૂર્વક સુખનો.અનુભવ કરતાં દિવસો પસાર કરે છે.
હવે તે નગરમાં સર્વ કલાને પાર પામેલી (જાણનારી) અનંગસેના નામની ગણિકા રહેતી હતી. તેના લાવણ્યરસ નીતરતા રૂપમાં મોહિત થયેલા બંને રાજપુત્રો વનમાં જઈને પરસ્પર એક હાથણી પાછળ બે હાથી લડે તેમ લડવા લાગ્યા. ત્યાં તે બંને પુત્રોને રાજાએ વાળ્યા, તો પણ અત્યંત કામ—ક્રોધથી અટક્યા નહિ. ત્યારે રાજાએ ચિંતવ્યું કે કામચેષ્ટાને ધિક્કાર હો. કારણ કે સારા વંશમાં ઉત્પન્ન થયેલા મારા પુત્રો વેશ્યાને માટે પરસ્પર યુદ્ધ કરે છે. ધિક્કાર હો, વેશ્યાના વિલાસને.
કારણ કે :– મનમાં બીજું, વચનમાં જૂદું, ક્રિયામાં પણ બીજું જ, એવી સાધારણ સ્ત્રીમાં સુખનો હેતુ કેવી રીતે સંભવે ?
પછી તેઓના પિતા રાજા શ્રીષેણ પુત્રના વિલાસના કારણે ઝહરીલું વિષ ખાઈને પરલોક ગયો. પતિના વિયોગથી તેની બંને પત્નીઓએ અભિનંદિતા અને શિખિનંદિતાએ તેવી જ રીતે ઝહરીલું વિષ ખાધું. ક્રોધથી ઉદ્ધત બનેલા તે બે ઈન્દુષણ અને બિંદુષણ વેશ્યાને માટે યુદ્ધ કરીને મૃત્યુ પામ્યા. હે પાંડવો ! સ્ત્રી નિમિત્ત આ પ્રમાણે કુટુંબનો સંહાર પહેલા થયો હતો. હમણાં પણ એક સ્ત્રીને ભોગવવાની ઇચ્છાવાળા તમારું નિશ્ચિત કુશળ હું જોતો નથી. આથી જ હું મર્યાદા કરવાને માટે આવ્યો છું. તેથી બધાએ બંધુ સાથે અહર્નિશ (હંમેશા) આ મર્યાદાથી વર્તવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org