________________
સર્ગ - ૮
૨૧૫).
પાંડવ ચરિત્રમ્ જાય છે. એ પ્રમાણે ઘણા કાળે પાંડવોની સાથે ક્રીડા કરવાની ઇચ્છાવાળી દ્રૌપદીના ખોળામાં સોનેરી રંગના પવનથી લવાયેલું કમળ એકાએક આવી પડ્યું. તે સોનેરી રંગના સુવર્ણ વર્ણ કમળને વારંવાર જોતી હતી અને તે કમળને વિશે પ્રીતવાળી દ્રૌપદીએ ભીમને કહ્યું: “હે પ્રાણેશ! આવું કમળ ક્યાંયથી પણ લાવીને મને આપો.”
પછી મોટા ભાઈને જણાવીને કમળને લેવા માટે પવન દ્વારા સામે આવતી સુગંધને અનુસાર દૂર ગયો અને તે સરોવરને પ્રાપ્ત કર્યું.
આ બાજુ અહીં યુધિષ્ઠિર આદિ ચારે ભાઈઓને આપત્તને બતાવતા અનેક દુર્નિમિત્તો ઉભા થઈ આવી પડ્યા છે. હવે તે દુર્નિમિત્તો કયા છે તે કહે છે.
અકાલે વાદળોનો ગડગડાટ, દિવસે શિયાળીયાનો અવાજ, ગંધર્વાદિ દાહાદિદિ ઇત્યાદિ ઘણા પ્રકારના દુર્નિમિત્તોને જોઈને ચિંતામાં પડેલા યુધિષ્ઠિરે ભાઈઓને કહ્યું : “હે ભાઈઓ ! આ દુર્નિમિત્તોથી આપણને હાલમાં કોઈ આપત્તિ સ્વાભાવિક (સુરત) આવી પડશે તેવું દેખાય છે.”
જ્યાં એ પ્રમાણે કહે છે, ત્યાં તેમની આગળ દ્રૌપદીએ કહ્યું : “હે પ્રાણનાથ ! તમારો ભાઈ કમળ લેવાને ગયો છે, પરંતુ હજુ સુધી આવ્યો નથી, તેનું શું કારણ.” યુધિષ્ઠિરે કહ્યું : “હે બંધુઓ, જ્યાં ભીમ છે ત્યાં આપણે પણ જવું જોઈએ. કારણ કે ત્યાં આવેલી આપત્તિ કઠિન ન થાય.” તે માટે તેઓ બધાય માર્ગમાં આગળ ચાલ્યા. ગિરિઓથી ભરેલો વિષમ માર્ગ કોઈપણ રીતે પાર કર્યો. માર્ગમાં એક મહાનદીના કિનારે વડના ઝાડ નીચે પરિવાર સહિત બેઠેલા યુધિષ્ઠિર ચિંતવે (વિચાર કરે) છે. ભીમ સિવાય કોણ અમને આ નદી પાર કરાવશે ? અને કોણ ભીમ સાથે અમારો મેળાપ કરાવશે ?
અર્જુને કહ્યું: “હે ભાઈ ! વિદ્યાના બલથી હું તમારી આજ્ઞા થતાં તમારું ઇચ્છિત બધું કરીશ.” કારણ કે મને વિદ્યાવશ થયેલ છે, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું : “આવા નાના કાર્યમાં વિદ્યાનું શું કામ ? હમણાં હિડંબાનું સ્મરણ કરીએ. કારણ કે તેને આ પ્રમાણે કહ્યું છે. કાર્ય આવી પડે મને યાદ કરવી.” એ પ્રમાણે કહીને યુધિષ્ઠિરે હિડંબાને યાદ કરી.” તેણી પણ યાદ કરવામાત્રથી પુત્રીની સાથે જ સામે આવી ઉભી રહી. તેણીએ તે યુધિષ્ઠિર વગેરે બધાનેય ઉપાડીને ભીમની પાસે મૂક્યા. તેણીએ પણ પોતાની શક્તિને બતાવી. હવે યુધિષ્ઠિરે બાલકુમાર સાથે હિડંબાને કહ્યું કે વડીલોના આદેશને સ્વીકારમાં કુશલ, તું કુશલ છે ને ? નાના ભીમની જેવા આ મહાન નાનો બાલક કોણ છે, ત્યારે રાજાએ કહેલું વચન સાંભળીને હિડંબાએ કહ્યું. “હે દેવ ! પૂર્વનું તમને યાદ છે કે એકચક્રાવનથી, જ્યારે તમે મને વિદાય આપી હતી, ત્યારે હું ગર્ભવતી હતી. પિતાના ગૃહે ગયેલી મેં આ પુત્રને જન્મ આપ્યો છે. વિદ્યા વડે પાત્રના લાભ એવા પુત્રના જન્મને વિશે ખુશ થઈ છું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org