________________
(ચોથો સર્ગ)
હવે એક વખત શ્રીમાન્ પાડુ રાજાએ સભાને અલંકૃત કરી અને તે સભામાં મેરૂપર્વતની ઉપર સૂર્યની જેમ સુવર્ણમય ઊંચા સિંહાસન પર બેઠેલો પૂર્વ દિશાના ઉગતા સૂર્યની જેમ શોભતો હતો.
પાડુ રાજાનું વર્ણન આ પ્રમાણે – સુવર્ણ કડાઓથી શોભતા બાáાળો, મોતીના હારથી શોભતી છાતીવાળો, માથા પર મુગટ પહેરેલો, કુંડલોથી શોભિત ગાલવાળો, કુંકુમ (કંકુ), બરાસ, કસ્તુરી આદિથી બનેલ સુગંધી યક્ષકદમ લેપથી લિપ્ત સર્વ અંગવાળો, દેવદુષ્ય વસ્ત્ર પહેરેલા શરીરવાળો, વારાંગનાએ ધરેલા છત્રવાળો, વારાંગનાથી વિંઝાતા ચામરવાળો, રાજા પાડું સુંદર સિંહાસન પર બેઠેલો સમસ્ત રાજમંડલથી સેવાતા ચરણોવાળો ઇન્દ્રની જેમ શોભે છે. તે વેળાએ ગાંગેય, ધૃતરાષ્ટ્ર આદિ વડીલ ગુરુવર્ગ પણ આનંદથી ફૂલાઈ ગયેલા એવા તેઓએ તે સ્થાનને શોભાવ્યું. ત્યારે તે સભામાં રાજાની સ્તુતિ કરતા કવિઓ, મધુર સ્વરે કિન્નરોની જેમ ગીતગાન કરતા ગાયકો, નૃત્યમાં નિપુણ એવા નૃત્ય કરતાં નૃત્યકારો, બંદીવર્ગમાં બિરૂદાવલિ બોલતા બંદીઓ અને પાપને નાશ કરનારી ભરતાદિની કથા કરતાં ભાટો હતા, ત્યારે કોઈક દ્વારપાલે મસ્તક પર હાથ જોડી નમીને બદ્ધ અંજલિ દ્વારા રાજાને આ પ્રમાણે વિનંતી કરી, “હે દેવ ! દ્રુપદ રાજાનો દૂત તમારા દ્વારે આવ્યો છે.” તે દૂતના આવવાની વાત સાંભળીને ગાંગેય આદિના ચિત્તના અભિપ્રાયને જાણીને રાજા પાડુએ ભમ્મરની સંજ્ઞાથી (ઇશારાથી) તે દૂતને સભામાં પ્રવેશ કરાવ્યો. દ્વારપાલે બોલાવેલ તે દૂત પણ તે જ પ્રતિહારને આગળ કરીને રાજાની સભામાં ઉપસ્થિત થયો. ત્યાં આવીને વિધિપૂર્વક રાજાને મસ્તક પર હાથ જોડીને નમસ્કાર કરી, આ પ્રમાણે વિનંતી કરી. હે દેવ ! દ્રુપદ રાજાએ પોતાની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર મંડપ કરાવ્યો છે. ત્યાં બધા રાજાઓને બોલાવ્યા છે અને અત્યંત પ્રેમવાળા દ્રુપદે મને તમારી પાસે મોકલ્યો છે. તે દ્રુપદ રાજા બધા રાજાઓના જોતાં આ પ્રમાણે કહે છે : “હે લોકો ! મારૂં કહેલું સાંભળો. આ મારી પુત્રી કોઈને પણ આપવા માટે મારું મન ઉત્સાહિત થતું નથી, પરંતુ જે કોઈપણ રાધાવેધને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org