________________
४०
વળી રાગને લીધે મોટા વિદ્વાનો પણ આ, પુત્ર ધન અને દેશાદિકના અભિમાનમાં ફસાઈને જન્માંતરમાં અનેક દુખના ભેગી થાય છે. મહદશાને આધીન થયેલા કેટલાક જી તિર્યચનિમાં ઉત્પન્ન થઈ અનેક દુઃખો પોતે ભોગવે છે અને શ્રેષબુદ્ધિને લીધે અન્ય જીના પણ પ્રાણઘાતક થાય છે. પુનઃ મરણ પામી તેઓ વૈરના સંબંધને લઈને અતિ દારૂણ એવાં નારકના દુઃખને સહન કરે છે, એમ વારંવાર જન્મમરણને સ્વાધીન થઈ પારાવાર સંસારસાગરની સીમા તેઓને દષ્ટિગોચર થતી નથી.
તેને પ્રત્યક્ષ દાખલા આ ચરિત્રની અંદર શ્રીમાન કેવલી ભગવાને ભવ્ય જીવોના કલ્યાણ માટે સારી રીતે બતાવ્યા છે, એટલે તે સંબંધી વિશેષ ઉલેખ આપ અહીં જરૂર તે નથી. કારણ કે તે લખવા જતાં મેટે એક પ્રબંધ થઈ જાય, છતાં પણ તેને એક નમુને દર્શાવ ઘણે અગત્યનું છે.
સજજનો! આ ચરિત્રના ચૌદમા પરિચ્છેદમાં વિશુદ્ધ જ્ઞાનધારી કૃપાલ શ્રી સુપ્રતિષ્ઠિત કેવલીએ ઉપદેશ આપતાં જણાવ્યું છે કે
અવરકકા નગરીને રહીશ અંબડ નામે એક વણિક હતું, તેના મંડણ, મહહણ અને ચંદણ નામે ત્રણ પુત્ર હતા. જેમની અનુક્રમે લક્ષમી, સરસ્વતી અને