________________
૭૮
સુરસુંદરી ચરિત્ર હે મહાનુભાવ! આવા ઉત્તમ મણિઓને આ મનુષ્ય ક્ષેત્રમાં સંભવ હોતું નથી. પરંતુ જે દેવલોકમાં હોય તો તે ના કહી શકાય નહી; પણ અન્ય ક્ષેત્રમાં તે હેાય જ નહીં. એ પ્રમાણે નિશ્ચય છે, તો પણ મારા *હદયમાં આશ્ચર્ય થયા કરે છે, માટે ખરી વાત તું મને કહે કે, આ દિવ્ય મણિની પ્રાપ્તિ તને કયાંથી થઈ છે?
સુપ્રતિષ્ઠ બે, હે ભદ્ર! તમારો જે નિશ્ચય છે તે બરોબર છે. મનુષ્યક્ષેત્રમાં આ મણિને સર્વથા અસંભવ છે, પરંતુ દેવલોકમાં ઉત્પન્ન થયેલ આ મણિ -- છે અને જેવી રીતે આ મણિ મને પ્રાપ્ત થયો છે તે હકીકત સાંભળવાને માટે આપને જે કૌતુક હોય તે એકાગ્ર મનથી શ્રવણ કરો. -વનપ્રવેશ
પ્રથમ હું એક દિવસ પ્રભાતકાળમાં ધનુષબાણ ધારણ કરી કેટલાક પિતાના પરિજનસહિત શિકાર માટે - ઉત્તર દિશા તરફ ચાલે.
ચાલતાં ચાલતાં લગભગ એક ગાઉ અમે ચાલી નીકળ્યા. તેવામાં ત્યાં ઘણું પાંદડાઓની ઘટાવાળા વૃક્ષેથી વ્યાપેલી એક વનસ્થળી આવી. તેની અંદર અને પ્રવેશ કર્યો.
તેવામાં ગદગદ8 રૂદન કરતી એવી કેઈક સ્ત્રીને ભારે દુ:ખને સૂચવનાર, સહ અને કરુણ શબ્દ અમારા સાંભળવામાં આવ્યો, હા! પ્રિયતમ ! મારા માટે આપ