________________
- ૨૩૬
સુરસુંદરી ચરિત્ર હે સુંદરી ! હવે આપણે અહીં શું કરવું ? તે સાંભળી લજજાને લીધે તેણીનું મુખારવિંદ નગ્ન થઈ ગયું અને ભયને લીધે તેનાં સર્વ અંગ કંપવા લાગ્યાં. છતાં પણ મહાન વિરહ દુઃખથી પીડાયેલી તે બાલા ગદગદ્દ કઠે મહા કષ્ટ વડે બેલી;
હે પ્રિયતમ ! દેવગને લીધે મને આપને આજે સમાગમ થયો છે. હવે હું આપને શરણે આવી છું, આપને જેમ યોગ્ય લાગે તેમ આપ પોતે જ કરે.
આ પ્રમાણે તેણીના કહેવાથી મેં તે બાલાની સાથે ગંધર્વ વિધિ વડે લગ્ન કર્યું. લગ્ન સમયે કામદેવને સાક્ષી ભૂત કરવામાં આવ્યું હતું.
ત્યાર પછી અનેક પ્રકારનાં વચનો વડે તે બાલાને ભય મેં દૂર કર્યો. પછી તેણીનું હૃદય સ્વસ્થ થયું એટલે તેની સાથે ક્ષણ માત્ર કીડા કરીને તેની સાથે ગાઢ આલિંગન દઈ ત્યાં હું સુઈ ગયા.
પાછળની રાત્રીએ હું જાગી ઉઠે અને તે બાલાને મેં કહ્યું. | હે મૃગાક્ષી ! હવે અહીંથી આપણે ચાલી નીકળવું જોઈએ. કારણ કે આવું ચૌર્ય કર્મ કરીને આ સ્થાનમાં રહેવું એ ઠીક નહીં કારણ કે, આ વાત લેકેના જાણવામાં આવે તે આપણા બનેની પૂરી બેઈજતિ થાય.
આ પ્રમાણે મારો અભિપ્રાય જાણી માટે નિઃશ્વાસ મૂકી મારી પ્રાણુપ્રિયા બેલી.