Book Title: Sursundari Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 429
________________ .૩૦૦ - સુરસુંદરી ચરિત્ર હે સંપુરૂષ! આ મારી પુત્રીને આપે જીવિતદાન આપ્યું. માટે આપના ઉપકારથી સદૈવ અમે ઋણી છીએ. અહે! પુરૂષના ઉપકારની સીમા હોતી નથી. કહ્યું છે;' મન, વચન અને કાયાને વિષે પુણ્યરૂપી અમૃતથી - ભરેલા, ત્રણે લોકને અનેક ઉપકારોની શ્રેણુએ વડે પ્રસન્ન કરતા અને હંમેશા પારકાના પરમાણુ સમાન ગુણેને પર્વત સમાન માનીને પિતાના હૃદયને વિષે અહર્નિશ • ઉલ્લાસ પામતા એવા કેટલાક પુરૂષે આ દુનિયામાં વિદ્યમાન છે. આપના અનન્ય ગુણોનું વર્ણન કરવા હું સમર્થ - નથી, એમ કેટલીક તેણીએ પ્રશંસા કરીને; હે પ્રિયતમ ! પછી આપને કહ્યું; - હવે અમે અમારા નગરમાં જઈએ છીએ. કારણ કે અમારે જવાનું બહુ મોડું થાય છે. એમ કહી તે ચાલી; પછી મેં મારા મનમાં વિચાર કર્યો, બહુ પુણય વડે આજે પ્રિયનું દર્શન થયું છે. તેને -મૂકીને અહીંથી ચાલવા માટે મારું હૃદય માનતું નથી. આ પ્રિયના મુખકમલના નિરીક્ષણને ત્યાગ કરીને અહીંથી જવા માટે આ મારી દષ્ટિ કાદવમાં ખૂંપી ગયેલી ટુર્નલગાયની જેમ અશક્ત થઈ પડી છે.

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450