________________
૨૯૮
સુરસુંદરી ચરિત્ર
સહિત ભવ્ય રથની અંદર બેઠી એટલે નગર તરફ મારો રથ ચાલતો થયો. ઉન્મત્ત હાથી
મારો રથ નગર તરફ જતો હતો, તેટલામાં એક ઉન્મત્ત થયેલે હાથી નગરમાંથી બહાર નીકળીને લોકોને બહુ ત્રાસ આપતે મારા રથથી સન્મુખ આવતે મારી નજરે પડશે.
તરત જ હું ભયભીત થઈ ગઈ અને મારા રથને મેં એકદમ ઉન્માર્ગે ચલાવ્યું. જેથી મારો રથ ભાગી ગ. હું પણ પૃથ્વી ઉપર પડી ગઈ. હાથીના ભયને લીધે પતન થવાથી હું તરત જ મૂછ વશ થઈ ગઈ
અહો ! હાથી પણ એક પ્રાણી છે, છતાં તેનો ભય કેટલે પ્રબળ છે ! શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, હાથીની પાસમાં જવું નહીં; તેથી બહુ દૂર રહેવું.
આત્મહિત ઇચ્છનાર મનુષ્યોએ ચાલતા ગાડાથી પાંચ હાથ દૂર રહેવું.
અશ્વથી દશ હાથ દૂર રહેવું.
હાથીથી હજાર હાથ દૂર રહેવું અને દેશને ત્યાગ કરીને પણ દુર્જનથી તે સર્વદા દૂર રહેવું.
આ પ્રમાણે સામાન્ય હાથીને વજે કહેલો છે, તે ઉન્મત્ત હાથીની તે વાત જ શી ? તેથી મેં પિતાના