________________
૩૧૯
સુરસુંદરી ચરિત્ર ત્યારપછી મેં કહ્યું,
જે થવાનું હતું તે થઈ ગયું. હવે અહીં બહુ વિચાર કરવાથી શું થવાનું ? જે કંઈ મારા પુણ્યમાં હશે તેમ થશે.
હે મિત્ર! જેમ આ સ્ત્રીનો સમાગમ બહુ દુર્લભ હતું, છતાં પણ એની પ્રાપ્તિ થઈ, તેવી રીતે ભવિતવ્યતાને લીધે અન્ય પણ સારું થશે.
તે સાંભળી ચિત્રગતિ બેલ્યો.
હે મિત્ર ! નિશ્ચયમત વડે તે તારું કહેવું એકંદર સત્ય છે. પરંતુ આ પ્રમાણે પગ પહોળા કરી બેસી રહેવું, તે કઈ પણ રીતે યોગ્ય નથી.
ત્યારપછી મેં કહ્યું.
આ પ્રમાણે આ કાર્યની અવ્યવસ્થા છે, છતાં હવે હાલમાં જ કરવાનું હોય તેની વ્યવસ્થા તારે પિતે જ મુકરર કરવી જોઈએ.
હવે ચિત્રગતિ છે. હાલમાં અહીંથી પ્રયાણ કરવું ઉચિત છે. પરંતુ પોતાના નગરમાં નહીં જતાં કે અન્ય સ્થળે જવું.
હે મહાભાગ ! આ સ્થાનમાં આવે આપણને બહ સમય થઈ ગયો છે, માટે હાલમાં આપણે અહીં કાલક્ષેપ કરવું નહીં.
વળી હે મિત્ર! જેમ આપણા શરીરની હાનિ ન