________________
૩૧૭*
સુરસુંદરી ચરિત્ર નિકુંજમાં નીચે ઉતરીને જલદી તને સ્વસ્થ કરું છું. કંઈ હરક્ત નથી.
એમ કહી હું તરત જ આ વનનિકુંજમાં ઉતરી. પડ્યો. અહીંયાં પવનને પણ પ્રવેશ ન થઈ શકે તેવા આ કદલીગૃહમાં મેં મારી દયિતાને પ્રવેશ કરાવ્યા.
પછી અરણીનાં કાષ્ઠ ઘસીને મેં અગ્નિ સળગાવ્યું અને તેણીના શરીરની બહુ સેવા કરી.
પછી મેં કહ્યું, હે સુંદરી ! હવે તારું શરીર સ્વસ્થ થયું છે, માટે ચાલો આપણે આપણું સ્થાનમાં જઈએ.
ત્યારપછી તેણીએ કહ્યું કે, હે પ્રિયતમ ! ભલે ચાલે હવે મને કંઈ હરક્ત નથી. એમ કહી અમે બન્ને જણ કદલીગૃહમાંથી બહાર નીકળ્યાં.
તેટલામાં છે ચિત્રગ ! એકદમ તમારૂં અહીં દર્શન થયું. વળી હે મિત્ર ! આ કનકમાલાની બહેન છે અને તેનું નામ પ્રિયંગુમંજરી છે. એની જે મને પ્રાપ્તિ થઈ છે, તે તારા ઉપકારનું જ ફલ છે.
હે સુપ્રતિષ્ઠ! તે જે મને પૂછયું, તેની સર્વ હકીકત મેં તને કહી.
આ પ્રમાણે ચિત્રગતિના કહ્યા બાદ મેં કહ્યું,
હે મિત્ર ! મારા સરખે નિર્દય હદયવાળો બીજે કેઈ નથી. કારણકે, પોતાના કાર્યમાં લુબ્ધ થઈને મેં તને મહાકષ્ટમાં મોકલ્યો. ઉદારભાવથી પરકાર્ય કરવામાં