________________
૩૧૬
સુરસુંદરી ચરિત્ર હાથ છોડીશ નહીં. તે સિવાય અન્ય જે કંઈ કરવાનું હેય તે સંબંધી આપ મને આજ્ઞા કરે.
હે ચિત્રગ ! એ પ્રમાણે તેણીએ કહ્યું એટલે મેં પણ કહ્યું,
હે સુંદરી! જે એવો જ તારો નિશ્ચય હોય તો જલદી તું તૈયાર થા; જ્યાં સુધી રાત્રી ન ચાલી જાય અને નવાહન વિગેરે સર્વ લોકે અહીં નાટય જોવામાં આસક્ત થયેલા છે તેટલામાં; હે સુતનુ ! આપણે અહીંથી - ચાલ્યા જઈએ.
તેણીએ કહ્યું હે નાથ ! મારે કંઈ પરવારવાનું નથી. હું તે આપની આગળ આ તૈયાર છું.
ત્યારપછી તેણીની સાથે હું એકદમ આકાશ માર્ગે ચાલતે થયો. તે વલભાની સાથે હું કેટલોક ભાગ ચાલે એટલે તેણુએ મને કહ્યું કે, મારા ઉદરમાં બહુ પીડા થાય છે. મારું શરીર હવે થાકી ગયું છે. મારા - હૃદયમાં ફૂલની વેદના બહુ ભારે થાય છે. | માટે હે સ્વામિન્ ! મારી કંઈ સારવાર તમે કરો તે ઠીક. હવે મારાથી કઈ પ્રકારે ચલાય તેમ નથી.
ત્યારબાદ મેં કહ્યું, હે સુંદરી તારૂં શરીર બહુ સુકેલ છે. રાત્રીને તને ઉજાગર થયો છે. વળી બહુ ઠંડે પવન વાય છે. તેથી તારા ઉદરમાં પીડા થયેલી છે. માટે - તારે કેઈપણ પ્રકારને ખેદ કરે નહીં. હું આ વન