Book Title: Sursundari Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 440
________________ સુરસુંદરી ચરિત્ર ૩૧૧ મેરૂપર્વત જે કે ચલાયમાન થાય. સર્વે સમુદ્રો પ્રલયને પામે, અર્થાત્ સુકાઈ જાય. પરંતુ શ્રી કેવલીભગવાને કહેલા ભાવાર્થ અન્યથા થાય નહીં. માટે શું આ કનકમાલા છે ? કિંવા તે મારો પ્રાણપ્રિય છે? એ નિશ્ચય કરવા માટે મારી મુદ્રિકા બતાવીને એને હું નિઃશંક કરૂં. એમ વિચાર કરી હું તમારી પાસે આવી અને મુદ્રિકાથી સુશોભિત એ મારો હાથ મેં તમને બતાવ્યો. હે પ્રિયતમ ! પછી તમે પણ મુદ્રારત્ન સહિત પિતાનો હાથ મને બતાવ્યો. એટલે મને એકદમ વિશ્વાસ બેઠે, આ તે મારો સ્વામી છે. જુઓ તો ખરા ! આવી કપટવૃત્તિ કરીને પણ આ સુભગ કે નિઃશંકપણે રહ્યો છે ! નવાહન રાજકુમારથી કિંચિત્ માત્ર પણ આ કેમ ભય પામતું નથી ? પરંતુ એને અહીંથી મુક્ત કરવાને કંઈ પણ ઉપાય એમ વિચાર કરી ત્યાં રહેલા સર્વે સખીજનને છેતરીને કપટવૃત્તિ વડે હું આ અશક્વાટિકામાં આપને લાવી.

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450