________________
૩૧૨
સુરસુંદરી ચરિત્ર હે સ્વામિન! આપે જે મને પૂછયું, તે સર્વ મેં મારૂં વૃત્તાંત આપને કહી સંભળાવ્યું.
હે પ્રિયતમ! જો કે, કન્યા ભય અને લજજાથી ભરપુર હોય છે. જેથી તે પોતાના પતિની આગળ એકપણ વચન બેલવાને માટે કેઈપણ પ્રકારે શકિતમાન થતી નથી; છતાં પણ મેં જે આપની આગળ વિસ્તારપૂર્વક પિતાનું ચરિત્ર કહી સંભળાવ્યું, તેનું કારણ તે એ જ છે કે, જાતિસ્મરણના ગુણને લીધે તમને હું પરિચિતની માફક સમજુ છું. ચિત્રગતિને જાતિસ્મરણુ.
હે ચિત્રગ ! એ પ્રમાણે તેણીનું વચન સાંભળી એકદમ મારી મૂચ્છ શાંત થઈ ગઈ અને મને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થયું. જેથી પૂર્વભવમાં આચરેલું. સર્વ પિતાનું ચરિત્ર મને સ્મરણ ગેચર થયું.
ત્યારપછી તેણીએ મને કહ્યું કે, હે સ્વામિન્ ! હવે આપણે અહીં શું કરવું? ત્યારપછી મેં તેને કહ્યું,
હે સુતનુ! મેં તારા પિતાનું ઘર જાયું છે. માટે તું તારા પિતાને ઘેર જા અને હું પણ અહીંથી પલાયન થાઉં છું.
વળી આ વાવની અંદર કનકમાલાએ બહુ સાહસ કરી બલાત્કારે પૃપાપાત કર્યો, એમ પોકાર પાડીને સમગ્ર