________________
૩૧૦
સુરસુંદરી ચરિત્ર મેકલી. અનુક્રમે હું પણ અહીં આવી અને કનકમાલાને મળી. લગ્નદિવસ. - હે પ્રિયતમ ! હું મારા મામાના ઘેર આવ્યા બાદ ચિંતવન કરવા લાગી, | મારા પુ વડે તે લગ્ન દિવસ હવે ક્યારે આવશે ? કારણ કે, જે તે લગ્ન દિવસ વહેલો આવે તે મારા પ્રાણથી પણ અધિકપ્રિય એવા તે મારા સ્વામીનું મને દર્શન થાય.
એમ ચિંતવન કરતાં તે પંચમી તિથિ પણ આવી પહોંચી. અનુક્રમે પાણિગ્રહણનો વિધિ પૂર્ણ થયે.
ત્યારપછી નવાહન રાજાની આગળ મોટા આડંબર સાથે નાટારંગને પ્રારંભ થયે.
તે સમયે મને વિચાર થયે કે;
સર્વ સખીઓની મધ્યમાં બેઠેલી આ કનકમાલા દેખાય છે. પરતું મારો તે પ્રાણવલ્લભ કેઈપણ અહીં દેખાતું નથી. તેનું શું કારણ?
| મારા અપુણ્યને લીધે શ્રી કેવલીભગવાનનું તે વચન શું વૃથા થશે? ના ના ! એવું તે કઈ દિવસ બને જ નહીં.
સૂર્ય પણ કદાચિત પશ્ચિમ દિશામાં ઉગે,