________________
૩૦૮
સુરસુંદરી ચરિત્ર અમિતગતિ નામે વિદ્યાધર કેઇ એક રાજકાર્યને માટે તે નગરમાં આવ્યા હતા.
ત્યાં અશનિવેગને જોઈ તે બહુ ખુશી થયો અને વિશેષમાં તેણે કહ્યું કે, શ્રીગધવાહન રાજાએ બહુ માન પૂર્વક નવાહન રાજાને માટે આજે કનકમાલાની માગણી કરી છે.
હે ભદ્ર ! મેં પણ બહુ આનંદપૂર્વક તને આ કન્યા આપવી એમ કબુલ કર્યું છે. તેમજ આવતી પાંચમે તેણીનું લગ્ન રાખ્યું છે. માટે પોતાના બંધુજન સહિત તમારે એ લગ્ન પ્રસંગે જરૂર આવવું.
તે સાંભળી અશનિવેગ બે.
હે રાજન ! અમારે પોતે જ તમારે ત્યાં વિના આમંત્રણે પણ આવવું જોઈએ.
પરંતુ હાલમાં આપના કહેવાથી તે વિશેષ કરીને આવવું જોઈએ. તથાપિ હાલમાં અમારાથી આવી શકાય તેમ નથી. એવું એક કારણ બન્યું છે.
અમારા કનકપ્રભ રાજાની બહુ દુર્દશા થઈ પડી છે. એક તે તેની દરેક વિદ્યાઓને લેપ થયો છે, બીજાં રાજ્યને નાશ થયો છે. તેમજ પિતાની રાજધાનીને પણ ત્યાગ થયો છે. તેથી તે અમારો સ્વામી મહાકષ્ટમાં આવી પડે છે. તે અમારાથી ત્યાં કેવી રીતે આવી શકાય ?