________________
૩૦૬
સુરસુંદરી ચરિત્ર ડરીને સર્વ નાગરિકે પણ પલાયમાન થાય છે, વળી આ નગર તથા ધનમાલને છેડી તેઓ અન્ય અન્ય નગરોમાં ચાલ્યા જાય છે,
માટે હે તાત! આપણે વિશેષ કરીને અહીંથી નાસવું જોઈએ, કારણ કે કનકપ્રભા રાજાના આપ મુખ્ય મંત્રી છે, ગંગાવત્ત નગર
એ પ્રમાણે પોતાના પુત્રનું વચન સાંભળી અશનિવેગ રાજાએ પોતાના પુરુષોને આજ્ઞા કરી,
આપણે જલદી પ્રયાણની તૈયારી કરે.
ત્યારબાદ મારા પિતાશ્રીએ વિદ્યા વડે એક દિવ્ય વિમાનને પ્રગટ કર્યું, એટલે તેની અંદર પુરુષોએ ઘરની સર્વસાર વસ્તુઓ સ્થાપના કરી.
હે પ્રિયતમ! એ પ્રમાણે ધારિણે નામે મારી સખીએ મને સર્વ હકીકત કહી. એટલે હું પણ મારા પરિજન સહિત તે વિમાનમાં બેસી ગઈ.
- ત્યાર પછી તે વિમાન ખગ સમાન શ્યામ એવા ગગનમંડળમાં ઉડવા લાગ્યું. બહુ વેગને લીધે અનુક્રમે તે ગંગાવત્ત નગરમાં જઈ પહોંચ્યું. જ્યાં કનકપ્રલરાજાને આવાસ હતું, ત્યાં તે વિમાન ઉતર્યું. - ત્યાં ગંધવાહન રાજાએ તેને યોગ્ય સત્કાર કર્યો.