________________
સુરસુંદરી ચરિત્ર
૩૦૫
એ પ્રમાણે મારી માતા ચંપકમાલા ત્યાં કહેતી હતી; તેવામાં ચંદન નામે મારો ભાઈ ત્યાં આવી કહેવા લાગ્યા. નગરની શુન્યતા.
હે તાત! વિશ્વાસુ થઈ નિશ્ચિતની માફક તમે કેમ બેસી રહ્યા છો ?
આ સર્વ નગર તે હાલક હલક થઈ રહ્યું છે. તે સાંભળી પિતાએ કહ્યું,
હે પુત્ર ! એમ વ્યાકુલ થવાનું શું કારણ? તું કંઈ જાણે છે?
ચંદન બે .
હે તાત ! આપણા નગરમાં તે એવી વાત ચાલી છે કે; કનકપ્રભરાજ પોતાની વિદ્યાના બળથી શ્રી જિતેંદ્રભગવાનના મંદિરનું ઉલ્લંઘન કરી ચાલ્યો ગયો. તેથી ધરણેન્દ્ર તેની ઉપર બહુ કપાયમાન થઈ તેની વિદ્યાઓને અપહાર કર્યો છે.
તેમજ જવલનપ્રભ રાજાને રોહિણી નામે વિદ્યા આજે સિદ્ધ થઈ છે, તે જાણી તેના ભયથી તે કનકપ્રભરાજા અહીંથી નાઠે છે અને શ્રી ગધવાહન વિદ્યાધરેંદ્રના શરણે તે ગયે છે.
તેના વિરહને લીધે આ સર્વે નગરના લોકો પણ વ્યાકુલ થયા છે; તેમજ જવલનપભ રાજાના ભયથી
૨૦