________________
૩૦૪
સુરસુંદરી ચરિત્ર વળી કેટલાક પુરૂષોએ મને કહ્યું છે કે, આ કન્યાને જેણે હાથીના ભયમાંથી બચાવી છે, તે ભાનગતિ વિદ્યાધરને પુત્ર ચિત્રગતિ નામે કુમારેંદ્ર છે. તેને જ આ મારી કન્યા હું આપીશ. પરંતુ જે તેની ઉપર તે કન્યાની ઈરછા હશે, તે આ યંગ બહુ સારો છે. - તે સાંભળી ચંપકમાલા બહુ ખુશી થઈને બોલી. ઉત્તમ પ્રકારના સૌંદર્યથી સુશોભિત એવી આ મારી કન્યાને લાયક તે કુમાર જ છે. વળી તેની ઉપર આ કન્યાને ઘણે જ પ્રેમ થયેલ છે.
પરંતુ સ્વામિન્ ! એક બાબત આપને સંભાળવાની છે;
કનકપ્રભ રાજાને અને આ ભાનગતિ રાજાને પરસ્પર બહુ જ ભારે વૈર થયું છે. તેનું મુખ્ય કારણ, તે જવલનપ્રભ રાજા છે. આ બાબત તમે પણ સારી રીતે જાણે છે,
તે કારણથી ચિત્રગતિ કુમાર પરણવા માટે અહીં કેવી રીતે આવશે ? અને જે તે નગરમાં સ્વયંવરા એવી, આપણી કન્યાને મોકલીએ તે તે પણ ઠીક નહીં. કારણ કે; એમ કરવાથી મારા હૃદયને આનંદ થાય નહીં.
વળી હે પ્રિય! આ એક જ આપણને પુત્રી મળી છે, તેનાથી આ દુનિયામાં કંઈપણ આપણને અધિક પ્રિય નથી. છતાં પણ જે એને વિવાહ મારી દષ્ટિગોચર ન થાય તે મારું જીવવું પણ વૃથા છે.