________________
૩૧૩
સુરસુંદરી ચરિત્ર લોકેને તારે કહેવું. એમ કરવાથી ચિત્રવેગની ઉપર કેઈને પણ શંકા થશે નહીં કે, તે કનકમાલાને લઈ ગયે છે.
વળી એમ જાણવાથી નાવાહન રાજાથી પણ તે મારે મિત્ર મુક્ત થશે. અર્થાત્ કઈ પ્રકારે તેને હરકત આવશે નહીં.
વળી હે સુંદરી ! મારા સાંભળવામાં આવ્યું છે કે,
સુરનંદન નગરમાં આવીને ક્વલનભ રાજાએ ફરીથી પણ પિતાનું રાજ્ય પિતાના સ્વાધીન કર્યું છે.... અહો! આ દુનિયામાં ઉદ્યમવડે કયો પદાર્થ સિદ્ધ થતું નથી? કહ્યું છે કે
ઉદ્યમ કરવાથી દરેક કાર્યો સિદ્ધ થાય છે પરંતુ કેવલ મને રથ વડે સિદ્ધ થતાં નથી. કારણ કે, નિરૂદ્યોગી પુરૂષની માનસિક ક૯૫નાઓ વારંવાર ઉત્પન થાય છે અને તરત જ તે લય પામે છે. કહ્યું છે કે,
ઉદ્યોગ કરવાથી કોઈ પણ દિવસ દરિદ્રપણું આવતું નથી............
તેમજ તત્ત્વવિદ્યાનું અધ્યયન કરવાથી પાપ થતું નથી.........
મૌનવ્રત ધારણ કરવાથી કેઈ પણ સમયે કલેશન સંભવ રહેતો નથી.