SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ સુરસુંદરી ચરિત્ર વળી કેટલાક પુરૂષોએ મને કહ્યું છે કે, આ કન્યાને જેણે હાથીના ભયમાંથી બચાવી છે, તે ભાનગતિ વિદ્યાધરને પુત્ર ચિત્રગતિ નામે કુમારેંદ્ર છે. તેને જ આ મારી કન્યા હું આપીશ. પરંતુ જે તેની ઉપર તે કન્યાની ઈરછા હશે, તે આ યંગ બહુ સારો છે. - તે સાંભળી ચંપકમાલા બહુ ખુશી થઈને બોલી. ઉત્તમ પ્રકારના સૌંદર્યથી સુશોભિત એવી આ મારી કન્યાને લાયક તે કુમાર જ છે. વળી તેની ઉપર આ કન્યાને ઘણે જ પ્રેમ થયેલ છે. પરંતુ સ્વામિન્ ! એક બાબત આપને સંભાળવાની છે; કનકપ્રભ રાજાને અને આ ભાનગતિ રાજાને પરસ્પર બહુ જ ભારે વૈર થયું છે. તેનું મુખ્ય કારણ, તે જવલનપ્રભ રાજા છે. આ બાબત તમે પણ સારી રીતે જાણે છે, તે કારણથી ચિત્રગતિ કુમાર પરણવા માટે અહીં કેવી રીતે આવશે ? અને જે તે નગરમાં સ્વયંવરા એવી, આપણી કન્યાને મોકલીએ તે તે પણ ઠીક નહીં. કારણ કે; એમ કરવાથી મારા હૃદયને આનંદ થાય નહીં. વળી હે પ્રિય! આ એક જ આપણને પુત્રી મળી છે, તેનાથી આ દુનિયામાં કંઈપણ આપણને અધિક પ્રિય નથી. છતાં પણ જે એને વિવાહ મારી દષ્ટિગોચર ન થાય તે મારું જીવવું પણ વૃથા છે.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy