________________
૩૦૩
સુરસુંદરી ચરિત્ર માટે હે પ્રિયસખી ! મારી ઉપર બિલકુલ તું રોષ કરીશ નહીં. મારું કહેવું બરોબર સત્ય છે. કંઈપણ અઘટતું નથી.
એમ કેટલાક વિકલ્પ કરતી તે ધારિણીની સાથે હાસ્ય વિનોદ કરતી હું પિતાના ઘેર જઈ પહોંચી. તેટલામાં અનુક્રમે સૂર્ય પણ આથમી ગયો.
ત્યારબાદ મારી સખી ધારિણુએ જાતિસ્મરણાદિક સર્વ મારૂં વૃત્તાંત મારી માતાની આગળ કહ્યું. તે સાંભળી મારી માતા બહુ જ ખુશી થઈ. અશનિવેગ વિધાધર | મારી માતા પણ તરત જ મારા પિતા અશનિવેગની પાસે ગઈ અને આ સર્વ મારી હકીકત તેમની આગળ નિવેદન કર્યું.
તે સાંભળતાં જ તેમનું હૃદય બહુ પ્રફુલ્લ થઈ ગયું અને તેમણે કહ્યું.
હે સુંદરી ! આ કન્યાની મને ઘણું ચિંતા રહેતી હતી. કારણ કે તે પુરૂષ દ્રષિણી સ્વભાવથી જ થયેલી હતી. કેઈપણ વરની તે ઈચ્છા કરતી ન હતી. હવે એને હું શું કરીશ ? એમ અનેક પ્રકારની મને ચિંતા હતી. એને જે જાતિસ્મરણ થયું તે બહુ જ સારૂ થયું. તેથી આપણે પણ મહાન્ ઉદય સમજો. કારણ કે અંકુરના સમયે વૃષ્ટિપાત થયો.
|
ત